(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: 3 કલાકમાં 3 રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા, રાજસ્થાનના બીકાનેરમાં સૌથી વધુ તિવ્રતા
આજે સવારે 3 વાગ્યે રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, આ ત્રણેય સ્થળોએથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી. સૌથી વધુ ભૂકંપની તીવ્રતા રાજસ્થાનના બીકાનેરમાં હતી.
નવી દિલ્લીઃ આજે દેશમાં અનેક જગ્યાએ ભૂકંપની આંચકા અનુભવાયા હતા. દેશમાં રાજસ્થાન, લદ્દાખ અને મેઘાલય ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે દેશના બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેલી સવારે ધરતી ધ્રુજી હતી. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા.
આજે સવારે 3 વાગ્યે રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, આ ત્રણેય સ્થળોએથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી. મેઘાલયમાં મોડી રાતે 2.10 વાગ્યે પ્રથમ વખત ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.
સૌથી વધુ ભૂકંપની તીવ્રતા રાજસ્થાનના બીકાનેરમાં હતી. સવારે 5.24 વાગ્યે બીકાનેરમાં ભૂકંપ આવ્યો હતો. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. મેઘાલયમાં રાતે 2.10 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 4.1 નોંધાઈ હતી. બીજી તરફ લદાખમાં સવારે 4.57 વાગ્યે લેહમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
આ પહેલા રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.9ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.43 મિનિટે ભૂંકપના આંચકા આવ્યા હતા. જે કચ્છથી 19 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વ ભચાવમાં 14.2 કિ.મી. અંદર તેનું કેન્દ્ર હતું. અહીં શનિવારે 1.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં, શું લીધો મોટો નિર્ણય?
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે અમદાવાદ કોર્પોરેશન ફરી એકવાર એક્શનમાં આવી ગયું છે. ત્રીજી લહેરની આશંકાને પગલે AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
શહેરમાં રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. બીજી લહેર સમયે કાઢી નાખવામાં આવેલા ડોમ ફરી શરૂ કરાયા છે. અગમચેતીના ભાગરૂપે શહેરમાં નહેરુનગર, વસ્ત્રાપુર, ગોતા, હેબતપુર, ઇન્કમટેક્સ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.