શોધખોળ કરો
Advertisement
ભૂકંપથી પાકિસ્તાન અને Pokમાં તબાહી, 19નાં મોત, 300થી વધુ ઘાયલ
રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ભૂકંપના કારણે 19 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
નવી દિલ્હીં: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત આસપાસન વિસ્તારમાં મંગળવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની અસર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તરભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી પીઓકેમાં ભૂકંપના કારણે 19 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મીરપૂરથી 15 કિલામીટર દૂર સ્થિત જાટલાનમાં હતું. ભૂકંપના કારણે મીરપૂરમાં રોડ પર મોટી તિરાડો પડી ગઇ છે અને ઘણી ગાડીઓ તેમાં ફસાઇ ગઇ છે. જો કે ભારતના કબજાવાળા કાશ્મીરમાં કોઇ નુકશાન થયું નથી.
દિલ્હી- એનસીઆરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારત સહિત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા 4.35 વાગ્યે અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ભયનો માહોલ હતા. જમ્મુ સાથે જ કાશ્મીના રાજોરી અને પૂંછમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
પાકિસ્તાન હવામાન વિભાગના ભૂંકપ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રેક્ટર 5.8 માપવામાં આવી અને તેનું કેન્દ્ર પંજાબ પ્રાંતમાં પહાડી શહેર ઝોલમની નજીક હતું.
પાકિસ્તાની મીડિયા પ્રમાણે પીઓકેના મીરપુરમાં ભૂંકપથી રસ્તાઓ મોટી મોટી તિરાડ પડી ગઈ છે. મીરપુરમાં ચાર લોકોના મોત થયા હતા.M5.5 #earthquake (#भूकंप) strikes 81 km SE of #Rāwalpindi (#Pakistan) 19 min ago. Updated map of its effects: pic.twitter.com/Q5M7OgW4lc
— EMSC (@LastQuake) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion