શોધખોળ કરો
સાંજે 4 વાગે નિર્મલા સીતારમણ કરશે પ્રેસ કોન્ફરન્સ, આર્થિક પેકેજની આપશે જાણકારી
નિર્મલા સીતારમણે કયા સેક્ટરને કેટલી રકમ ફાળવવામાં આવશે તેની જાહેરાત કરી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્ર જોગ કરેલા સંબોધન દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ઉપરાંત લોકડાઉન 4 નવી શરતો સાથે લાગુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની વિગતો નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે તેમ કહ્યું હતું. જે અંગે આજે સાંજે 4 વાગે નિર્મલા સીતારમણ પેકેજની જાહેરાત અંગે મીડિયાને સંબોધન કરશે.
નિર્મલા સીતારમણે કયા સેક્ટરને કેટલી રકમ ફાળવવામાં આવશે તેની જાહેરાત કરી શકે છે. ગઈકાલે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પેકેજ 2020માં આત્મનિર્ભર ભારતને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદ કરશે. લેંડ, લેબર, લિક્વિડીટી પર આ પેકેજમાં ધ્યાન આપવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પેકેજની પૂરી જાણકારી બે-ત્રણ સ્ટેજમાં સામે આવી શકે છે. ઉપરાંત દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવી શકે છે.Union Finance Minister Nirmala Sitharaman to address the media at 4 pm today. #EconomicPackage (file pic) pic.twitter.com/I1N5JjhkSe
— ANI (@ANI) May 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement