શોધખોળ કરો

Eknath Shinde: CM ફડવણીસના આ નિર્ણયોથી શિંદે નારાજ! શું 20 ધારાસભ્યો સાથે છોડી દેશે ? 

મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીની નિમણૂકને લઈને મહાયુતિમાં પડદા પાછળ રાજકીય ખળભળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.  

Eknath Shinde Latest News: મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીની નિમણૂકને લઈને મહાયુતિમાં પડદા પાછળ રાજકીય ખળભળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.  નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રભારી મંત્રીઓની યાદી જાહેર થયા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહાયુતિમાં ચાલી રહેલા સંઘર્ષનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે વિદેશમાં રહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક આદેશ જારી કરીને રાયગઢ અને નાશિક જિલ્લાના પ્રભારી મંત્રીને હટાવવા પડ્યા હતા. 

દેવેન્દ્ર ફડણવીસ દ્વારા વિશ્વાસપાત્ર અને ભાજપના સંકટમોચક ગણાતા ગિરીશ મહાજન જેવા કદ્દાવર નેતાની નિમણૂક મોકૂફ રાખવાના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રભારી મંત્રીઓની યાદી જાહેર કરતા પહેલા મુખ્યમંત્રીએ તેને મંજૂરી માટે દિલ્હીમાં બીજેપી નેતૃત્વને મોકલી હતી.

આ યાદીની જાહેરાત સીએમ દેવેન્દ્ર ફડણવીસે દાવોસ જતા પહેલા કરી હતી, પરંતુ આ નિર્ણયની નાસિક અને રાયગઢમાં મોટી રાજકીય અસર પડી હતી. હંમેશા પોતાના નિર્ણય પર અડગ રહેતા દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક આદેશ જારી કરીને નાસિક અને રાયગઢના પ્રભારી મંત્રીને હટાવવા પડ્યા હતા.   પદની ફાળવણીથી નારાજ એકનાથ શિંદે તેમના વતન ગામ સાતારાના પ્રવાસે ગયા છે.

હકીકતમાં, શિવસેના શિંદે જૂથના 20 ધારાસભ્યો તૂટવાની ચર્ચાએ એકનાથ શિંદેની ચિંતા વધારી દીધી છે. એવી ચર્ચા છે કે ઉદય સામંતના નેતૃત્વમાં શિંદે જૂથના 20 ધારાસભ્યોનું જૂથ ભાજપમાં જોડાઈ શકે છે.

આ મામલાએ જોર પકડ્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને ગિરીશ મહાજને સાતારાના દરે ગામમાં જઈને એકનાથ શિંદે સાથે આ મુદ્દે વાત કરી હતી. ત્યાર બાદ મહાયુતિના નેતાઓ કહી રહ્યા છે કે બધુ બરાબર છે, પરંતુ પડદા પાછળ હજુ પણ રાજકીય ગરબડ ચાલી રહી હોવાનું કહેવાય છે.

CMના નિર્ણયથી નારાજ એકનાથ શિંદે?

જણાવવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદે જૂથની બેચેની વધી ગઈ છે. તે પછી, તાજેતરમાં, સીએમ દેવેન્દ્ર ફડણવીસે એસટી મહામંડળમાં નાણાકીય ગેરરીતિઓને ધ્યાનમાં લઈને એસટી બસોની ખરીદી માટે જારી કરાયેલા ટેન્ડરને રદ કરી દીધા હતા. આ પછી શિંદે જૂથના કેબિનેટ મંત્રી બનેલા સંજય શિરસાટને પણ તાત્કાલિક સિડકોના ચેરમેન પદેથી રાજીનામું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સીએમના આ નિર્ણયોથી એકનાથ શિંદે પણ ખૂબ નારાજ છે.

શું છે મામલો?

આપને જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે રાયગઢ અને નાસિક જિલ્લાના પ્રભારી મંત્રી પદ મેળવવા પર અડગ હતા, પરંતુ નિમણૂક પત્ર ન મળતા શિંદે નારાજ થઈ ગયા હતા. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ એકનાથ શિંદે સાથે ચર્ચા કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પ્રભારી મંત્રી પદને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિતને કોંકણના કોઈપણ જિલ્લામાં પ્રભારી મંત્રીનું પદ મળ્યું નથી, તેથી અદિતિ તટકરેને રાયગઢના પ્રભારી મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. ભાજપ હજુ પણ કહે છે કે જિલ્લાનું પ્રભારી મંત્રી પદ ગિરીશ મહાજન પાસે જ રહે, કારણ કે આગામી દિવસોમાં નાસિકમાં સિંહસ્થ કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીને ગાર્જિયન મિનિસ્ટર કહેવામાં આવે છે. જિલ્લાની વિકાસ યોજનાઓને લગતી બેઠકોમાં પ્રભારી મંત્રીનો હિસ્સો હોય છે અને તમામ બાબતોના વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર હોય છે. આવી સ્થિતિમાં તેનું ઘણું મહત્વ છે અને પ્રભારી મંત્રી પદને લઈને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રવિવારે જેવી માહિતી મળી કે પ્રભારી મંત્રી પદ ભાજપ અને એનસીપી પાસે ગયું છે, શિવસૈનિકો ગુસ્સે થઈ ગયા. શિવસેનાને આશા હતી કે ભરત ગોગાવાલેને રાયગઢના પ્રભારી મંત્રી બનાવવામાં આવશે, જ્યારે દાદા ભુસેને નાસિકની કમાન મળશે. પરંતુ આવું ન થયું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
Embed widget