Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન
Maharashtra politics : દેવેન્દ્ર ફડણવિસે જાહેરાત કરી છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે.
![Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન Eknath Shinde will be the Chief Minister of Maharashtra Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/899e74f1b8e2ff8a60c44604877b8b56_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે બનશે. દેવેન્દ્ર ફડણવિસે જાહેરાત કરી છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે.
"Eknath Shinde to be the Maharashtra Chief Minister, oath ceremony to be held at 7.30pm today," BJP leader Devendra Fadnavis announces in a joint press conference with Shinde pic.twitter.com/PiXv1I5nkU
— ANI (@ANI) June 30, 2022
દેવેન્દ્ર ફડણવિસે સૌને ચોંકાવી દીધા
આ પહેલા એવી પણ ચર્ચાઓ વહેતી થઇ હતી કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનશે અને એકનાથ શિંદે ઉપમુખ્યપ્રધાન બનશે. પણ હવે દેવેન્દ્ર ફડણવિસે જ મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હવે એકનાથ શિંદે મોટું નામ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લઈને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)