Election 2022: ચૂંટણી પંચે રેલી અને રોડ શો પર કઈ તારીખ સુધી મૂક્યો પ્રતિબંધ ? જાણો વિગત
Election Commission Latest News: પંચે 15 જાન્યુઆરીએ પ્રતિબંધને 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. હોલની ક્ષમતા અનુસાર 300 લોકો અથવા 50 ટકા લોકો સાથે 'ઇન્ડોર' મીટિંગની મંજૂરી આપવામાં આવી હતી.
Election 2022: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ રેલીઓ અને જાહેર સભાઓ પરના પ્રતિબંધને 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. રસીકરણ અને ચેપની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે, કેન્દ્રીય ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓ પરના પ્રતિબંધને આજ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ, રોડ અને બાઇક શો અને સમાન પ્રચાર કાર્યક્રમો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
પંચે 15 જાન્યુઆરીએ પ્રતિબંધને 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. જો કે, કમિશને રાજકીય પક્ષોને તાજેતરના ભૂતકાળમાં વધુમાં વધુ 300 લોકો સાથે અથવા તાજેતરની ક્ષમતા મુજબ 50 ટકા લોકો સાથે 'ઇન્ડોર' બેઠકો યોજવાની મંજૂરી આપી હતી.
Election Commission of India extends the ban on physical rallies and roadshows till January 31, 2022.#AssemblyElections2022 pic.twitter.com/emL7ypeCgt
— ANI (@ANI) January 22, 2022
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્રીજી લહેરમાં અનેક નેતાઓ, સેલિબ્રિટી કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704, નવા કેસ નોંધાયા છે અને 488 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,42,676 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 9550 કેસ ઓછા નોંધાયા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,13,365 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 10,050 થયા છે.