શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ ECની નોટિસ પર BJP ઉમેદવાર તેજિંદર પાલ બગ્ગાએ કહ્યુ- કેજરીવાલ મારાથી ડરી ગયા છે
ચૂંટણી પંચે હરિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તેજિંદર પાલ બગ્ગાને મંજૂરી વિના કેમ્પેઇન સોંગ લોન્ચ કરવા પર નોટિસ મોકલી છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ ઉમેદવાદ કપિલ મિશ્રા બાદ હવે ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર તેજિંદર પાલ બગ્ગાને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે હરિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તેજિંદર પાલ બગ્ગાને મંજૂરી વિના કેમ્પેઇન સોંગ લોન્ચ કરવા પર નોટિસ મોકલી છે.
ચૂંટણી પંચે નોટિસ મળવા પર તેજિંદર પાલ બગ્ગાએ કહ્યું છે કે મારા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી રહી છે. કેજરીવાલજી મારાથી ડરી ચૂક્યા છે. સંજય સિંહને છેલ્લા 4 દિવસમાં 40 વખત હરિનગર વિધાનસભા મોકલી ચૂક્યો છું. હું સામાન્ય માણસ છું અને મારી સામે જે કેજરીવાલનો ઉમેદવાર છે તેમની પાસે 50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે દિલ્હી પોલીસે વિવાદીત પોસ્ટ મામલામાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા વિરુદ્ધ શુક્રવારે એફઆઇઆર દાખલ કરી હતી. મિશ્રાએ પોતાના વિવાદીત ટ્વિટમાં દિલ્હી ચૂંટણીને ભારત વર્સિસ પાકિસ્તાન મેચ જેવી ગણાવી હતી.मेरे खिलाफ चुनाव आयोग में शिकायते दी जा रही है, केजरीवाल जी मेरे से डर चुके है, संजय सिंह को पिछले 4 दिन में 40 बार हरि नगर विधानसभा भेजा जा चुका है , मैं आम आदमी हूँ, मेरे सामने जो केजरीवाल जी का प्रत्याशी है उसके पास 50 करोड़ की संपति है ।
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion