શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાની 18 બેઠકો માટે 19 જૂને થશે મતદાન, જાણો વિગતવાર
રાજ્યસભાની 18 બેઠકો પર હવે 19 જૂને મતદાન અને મતગણતરી થશે. 55 બેઠકો પર ચૂંટણી થવાની હતી પરંતુ 37 બેઠકો પર નિર્વિરોધ ચૂટાયા સદસ્ય.
નવી દિલ્હી: રાજ્યસભાની 18 બેઠકો પર હવે 19 જૂને મતદાન અને મતગણતરી થશે. રાજ્યસભાની 55 બેઠકો એપ્રિલ મહિનામાં ખાલી થઈ રહી હતી અને તેને ધ્યાનમાં રાખતા ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પહેલા આ ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી પરંતુ લોકડાઉનના કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખને ટાળી દીધી હતી.
19 જૂને આ બેઠકો પર થશે મતદાન
રાજ્યસભાની જે 18 બેઠકો માટે 19 જૂને મતદાન થશે. તેમાં આંધ્રપ્રદેશની 4 બેઠક, ગુજરાતની 4 બેઠક, ઝારખંડની 2 બેઠક, મધ્યપ્રદેશની 3 બેઠક, મણિપુરની 1 બેઠક, મેધાલયની 1 બેઠક અને રાજસ્થાનની 3 બેઠકો સામેલ છે.
55 બેઠકો પર ચૂંટણી થવાની હતી પરંતુ 37 બેઠકો પર નિર્વિરોધ ચૂટાયા સદસ્ય
ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી પંચે રાજ્યસભાની 55 બેઠકો માટે અધિસૂચના જાહેર કરી હતી પરંતુ આ 55 બેઠકોમાંથી 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર સદસ્ય નિર્વિરોધ ચૂંટાયા હતા. 26 માર્ચે 7 રાજ્યોની 18 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણી યોજાવાની હતી. આ ચૂંટણીને લોકડાઉનના કારણે ટાળવામાં આવી હતી.
એપ્રિલ મહિનામાં જે રાજ્યસભા બેઠકો ખાલી થવાની હતી તેમાં સૌથી વધુ બેઠકો મહારાષ્ટ્રની હતી અને ત્યારબાદ તમિલનાડુ, બંગાળ અને બિહારનો નંબર હતો. તેમાંથી 10 રાજ્યોની 37 બેઠકો પર ચૂંટણીની જરૂર નથી રહી કારણ કે અહીં ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion