શોધખોળ કરો
Advertisement
મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ હિમાંશુ રોયની આત્મહત્યા, કેન્સરથી હતા પીડિત
મુંબઇઃ મુંબઇ પોલીસના પૂર્વ જોઇન્ટ કમિશનર હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી છે. મુંબઇમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રહેલા હિમાંશુ રોયે પોતાના ઘરમાં જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
1988 બેન્ચના આઇપીએસ અધિકારી રહેલા હિમાંશુ રોય મુંબઇ એટીએસના ચીફ રહી ચૂક્યા છે. તેમણે મુંબઇની સેન્ટ ઝેવિયર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મુંબઇ પોલીસમાં હિમાંશુ રોયની ઓળખ એક તેજતર્રાર અને હોશિયાર અધિકારીની હતી. તેમણે અનેક હાઇપ્રોફાઇલ અને મહત્વપૂર્ણ કેસ ઉકેલવાનો શ્રેય જાય છે.જાણકારી પ્રમાણે, હિમાંશુ રોય બ્લડ કેન્સરથી પીડિતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ 2016થી તેમણે મેડિકલ લીવ લીધી હતી. હિમાંશુ રોયે પ્રથમવાર સાઇબર ક્રાઇમ સેલની રચના કરી હતી.
2013માં સ્પોર્ટ્સ ફિક્સિંગ મામલામાં બિંદુ દારા સિંહની ધરપકડ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસરના ડ્રાઇવર આરિફનું એન્કાઉન્ટર, પત્રકાર જેડે હત્યા કેસ, વિજય પાલાંડે-લૈલા ખાન ડબલ મર્ડર કેસ સહિત અનેક હાઇપ્રોફાઇલ કેસનો ઉકેલ લાવવામાં હિમાંશુ રોયે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion