Explained: દોઢ લાખ પેન્શન, 8 રૂમ વાળુ ઘર અને સિક્યૂરિટી... રિટારમેન્ટ બાદ પૂર્વ રાષ્ટ્રપતિને આજીવન મળે છે આ સુવિધાઓ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે આજે સંસદ ભવનમાં વિદાય સમારોહ આયોજિત કરવામાં આવ્યો. રિટાયર થયા બાદ પણ રાષ્ટ્રપતિને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.
Ex President Facilities: દેશમાં હાલના રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇએ પુરો થઇ રહ્યો છે. નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂર્મુ રામનાથ કોવિંદની જગ્યા લેશે. રાષ્ટ્રપિત ચૂંટણીમાં (Draupadi Murmu) વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય મોકલી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે આજે સંસદ ભવનમાં વિદાય સમારોહ આયોજિત કરવામાં આવ્યો. રિટાયર થયા બાદ પણ રાષ્ટ્રપતિને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.
રિટાયર થયા બાદ પણ આલિશાન જિંદગી -
દ્રૌપદી મૂર્મુને દેશના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)ને રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) છોડવુ પડશે. રાષ્ટ્રપતિ પદથી રિટાયર થયા બાદ રામનાથ કોવિંદ નવી દિલ્હી સ્થિત 12 જનપથના બંગલામાં શિફ્ટ થઇ જશે. આ બંગલામાં કેટલાય દાયકાઓ સુધી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય રામવિલાસ પાસવાન રહ્યાં હતાં. રિટાયર થયા બાદ પણ ભારતના રાષ્ટ્રપતિ એક આલિશાન જિંદગી જીવે છે. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ પદ પરથી રિટાયર થયા બાદ રાષ્ટ્રપતિને અનેક પ્રકારના ભથ્થા અને સુવિધા મળે છે. પૂર્વ રાષ્ટ્રપતિને 8 રૂમ વાળો સરકારી બંગળો આપવામાં આવે છે, આની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ એક મોટા પેન્શનના પણ હકદાર થાય છે.
પૂર્વ રાષ્ટ્રપતિને શું શું મળે છે સુવિધાઓ ?
રાષ્ટ્રપતિ પદ પરથી રિટાયર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપિતને 1.5 લાખ રૂપિયા પ્રતિમાસ પેન્શન.
પત્નીને પ્રતિ મહિને સેક્રેટરિયર સહાયતા તરીકે 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
સચિવીય કર્મચારીઓ અને ઓફિસ માટે 60,000 રૂપિયા આપવામાં આવે છે.
પૂર્વ રાષ્ટ્રપતિને કમ સે કમ 8 રૂમો વાળો બંગલો આપવામાં આવે છે.
પૂર્વ રાષ્ટ્રપિતને 2 લેન્ડલાઇન, એક મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ કનેક્શન .
પૂર્વ રાષ્ટ્રપતિને મફતમાં વીજળી અને પાણીની સુવિધા.
પૂર્વી રાષ્ટ્રપતિને ગાડી અને ડ્રાઇવર પણ આપવામાં આવે છે.
મફત મેડિકલની સુવિધા પણ આપવામાં આવે છે.
પાંચ લોકોનો પ્રાઇવેટ સ્ટાફ પણ પૂર્વ રાષ્ટ્રપતિને મળે છે.
દિલ્હી પોલીસ (Delhi Police) ની સુરક્ષા આપવામાં આવે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ (Former President)ને એક વ્યક્તિની સાથે ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં મફત ટ્રેન અને હવાઇ યાત્રીની સુવિધા.