Fact Check: શું અરવિંદ કેજરીવાલથી નારાજ છે પાર્ટીના નેતા, આતિશી અને સૌરભે 'એક્સ' પર કર્યા અનફોલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે
![Fact Check: શું અરવિંદ કેજરીવાલથી નારાજ છે પાર્ટીના નેતા, આતિશી અને સૌરભે 'એક્સ' પર કર્યા અનફોલો Fact Check: AAP leader arvind kejriwal was unfollowed by his own party leader Fact Check: શું અરવિંદ કેજરીવાલથી નારાજ છે પાર્ટીના નેતા, આતિશી અને સૌરભે 'એક્સ' પર કર્યા અનફોલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/11/0511e2e5f1af190b59e3cf5a2d18f382171282917622174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફેક્ટ ચેક
નિર્ણય [ખોટો]
આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અરવિંદ કેજરીવાલને ફોલો કરી રહ્યાં છે અને તેમને અનફોલો કર્યા નથી.
દાવો શું છે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં દાવો કર્યો છે કે કેજરીવાલે દારૂ નીતિ કેસના સંબંધમાં પૂછપરછ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના સાથી નેતાઓ અને રાજ્યના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ લીધા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઓનલાઈન ટૂલ 'ટ્વિટર ફોલોઅર્સ ચેક'ના બે સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આતિશી અને સૌરભ ભારદ્વાજે એક્સ (પૂર્વમા ટ્વિટર) પર અરવિંદ કેજરીવાલને અનફોલો કરી દીધા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ દ્ધારા આતિશી અને સૌરભ ભારદ્ધાજનું નામ લીધા બાદ સૌરભ ભારદ્વાજે એક્સ પર અરવિંદ કેજરીવાલને અનફોલો કરી દીધા છે. આ પોસ્ટ (આર્કાઇવ)ને અત્યાર સુધીમાં 47,000 થી વધુ વખત જોવામાં આવી છે. આ દાવાને વાયરલ સ્ક્રીનશોર્ટ મારફતે પોલિટિકલ એનાલિસ્ટ અભિજીત ઐય્યર-મિત્ર સહિત અન્ય યુઝર્સે પ્રમોટ કર્યો હતો અને લખ્યું હતું કે હવે હવે આમ આદમી પાર્ટી તૂટી રહી છે. આ પોસ્ટ્સના આર્કાઇવ વર્ઝનને અહી જુઓ.
( વાયરલ પોસ્ટ્સના સ્ક્રીનશોર્ટ) (સોર્સઃ એક્સ/ સ્ક્રીનશોર્ટ)
જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ હજુ પણ X પર અરવિંદ કેજરીવાલને ફોલો કરી રહ્યાં છે અને તેમને અનફોલો કર્યા નથી, જેમ કે ઑનલાઇન ટૂલ 'Twitter Followers Check' ના વાયરલ સ્ક્રીનશોટમાં દાવો કરવામાં આવ્યો છે. આ ટૂલ યોગ્ય રિઝલ્ટ બતાવી રહ્યું નથી.
અમે સત્યની શોધ કેવી રીતે કરી?
વાયરલ દાવાની સત્યતા ચકાસવા માટે સૌથી પહેલા અમે અરવિંદ કેજરીવાલનું એક્સ હેન્ડલ ચેક કર્યું, જ્યાં અમને જાણવા મળ્યું કે આતિશી અને સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને ફોલો કરી રહ્યાં છે.
(સ્ક્રીનશોર્ટમાં જોઇ શકાય છે કે આતિશી અને સૌરભ ભારદ્ધાજ હજુ પણ કેજરીવાલને એક્સ પર ફોલો કરી રહ્યા છે. (સોર્સઃ એક્સ/ સ્ક્રીનશોર્ટ))
તપાસ દરમિયાન અમને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજની એક્સ પોસ્ટ મળી જેમાં તેમણે પોતાના એક્સ હેન્ડલની ફોલોઇંગ લિસ્ટનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો હતો અને બતાવ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલને ફોલો કરે છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું નકલી ન્યૂઝ ફેલાવનારા તમામ લોકો માટે, હું અને @ArvindKejriwal બંને એકબીજાને ફોલો કરીએ છીએ.
To all those spreading fake news, I and @ArvindKejriwal ji both follow each other.
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 1, 2024
Yesterday’s Ramlila Maidan Rally was superhit. Delhi people are with Kejriwal. pic.twitter.com/d4iacrEWBa
આ પછી અમે ઓનલાઈન ટૂલ સોશિયલ બ્લેડ મારફતે આતિશી અને સૌરભ ભારદ્વાજના એક્સ-હેન્ડલના સ્ટેટ્સની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ બંન્ને નેતાઓ હાલમાં કોઇ પણ એક્સ હેન્ડલને અનફોલો કર્યા નથી. આમ આદમી પાર્ટીના મીડિયા કોઓર્ડિનેટર વિકાસ નેગીએ પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે.
(સોર્સઃ સોશિયલ બ્લેડ/ સ્ક્રીનશોર્ટ)
(સોર્સઃ સોશિયલ બ્લેડ/ સ્ક્રીનશોર્ટ)
Fake News Alert 🚨
— Vikas Yogi (@vikaskyogi) April 1, 2024
Both Cabinet Ministers Atishi and Saurabh Bharadwaj are following the AAP Chief Arvind Kejriwal Ji.
Beware of fake news being peddled by the BJP IT Cell Ecosystem https://t.co/LfO3LtoWeT pic.twitter.com/roq76cD7xM
તે સિવાય ઓનલાઈન ટૂલ 'Twitter Follow Check' જેના સ્ક્રીનશોર્ટ મારફતે વાયરલ દાવા કરવામાં આવ્યો છે જે રિઝલ્ટની પ્રમાણિકતા તપાસવા માટે અમે બે એક્સ હેન્ડલની પસંદગી કરી જે વાસ્તવમાં એક બીજાને ફોલો કરે છે. દરમિયાન જે રિઝલ્ટ્સ સામે આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ટૂલ યોગ્ય રિઝલ્ટ બતાવી રહ્યું નથી. ઉદાહરણ તરીકે 'Twitter Follow Check' પરિણામો દર્શાવે છે કે Logically Facts (@LogicallyFacts) Logically Facts - હિન્દી (@LF_Hindi) ને ફોલો કરતા નથી જે પુરી રીતે ખોટું છે.
નિર્ણય
અમારી અત્યાર સુધીની તપાસમા એ દાવાને નકારવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે પાર્ટી પ્રમુખ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને X પર અનફોલો કર્યા છે. તેથી અમે વાયરલ દાવાને ખોટો માનીએ છીએ.
(Disclaimer:આ રિપોર્ટ સૌ પ્રથમ logicallyfacts.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ અરેજમેન્ટ સાથે આ સ્ટોરીને એબીપી લાઇવમાં રિપબ્લિશ કરવામાં આવી છે. એબીપી લાઈવએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)