શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર સરકારી વિભાગોમાં 8 લાખ જગ્યાઓ પર પરીક્ષા વિના જ કરશે સીધી ભરતી ? જાણો સરકારે શું કહ્યું ?
વાયરલ થયેલા યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારી વિભાગોમાં 8 લાખ જગ્યાઓ પર પરીક્ષા વિના જ સીધી ભરતી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ ખબર કે વીડિયો વાયરલ થતો હોય છે. જેમાંના ઘણા ભ્રામક પણ હોય છે. હાલ એક વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારી વિભાગોમાં 8 લાખ જગ્યાઓ પર પરીક્ષા વિના જ સીધી ભરતી કરવામાં આવશે. મેસેજ વાયરલ થયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.
વાયરલ થયેલા યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારી વિભાગોમાં 8 લાખ જગ્યાઓ પર પરીક્ષા વિના જ સીધી ભરતી કરવામાં આવશે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું- આ દાવો બોગસ છે. રાષ્ટ્રીય ભરતી એજન્સીએ હજુ સુધી કોઈ પણ સરકારી પદની ભરતી અંગેના જાહેરાત બહાર પાડી નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Surat:તુષાર ચૌધરીએ PAASના ક્યા નેતાની ટિકિટ કપાવીને પોતાના ક્યા માણસને ટિકિટ અપાવતાં થયો ભડકો ?
હાર્દિક પટેલના સાથીઓએ કોંગ્રેસ સામે બળવો કર્યો, હાર્દિક પટેલે કોને આપ્યો ટેકો ? જાણો શું મૂકી પોસ્ટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement