શોધખોળ કરો
Advertisement
Surat: તુષાર ચૌધરીએ PAASના ક્યા નેતાની ટિકિટ કપાવીને પોતાના ક્યા માણસને ટિકિટ અપાવતાં થયો ભડકો ?
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં વિજય પાનસુરીયા સહિત કેટલાક પાટીદારોની ટિકિટ કોંગ્રેસે કાપી નાખતાં પાસ ગુસ્સામાં આવી ગયું છે.
સુરતઃ સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને પાસ સાથે સંકળાયેલા કાર્યકરોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પાસના અગ્રણીઓએ સીધી જાહેરાત કરી છે કે ધાર્મિક માલવિયા સાથે 10 થી વધુ ઉમેદવારો ઉમેદવારીપત્રક પાછા ખેંચશે. કોંગ્રેસના હાર્દિક પટેલ સિવાયના કોઈપણ નેતાને વરાછામાં સભા કરવા નહીં કરવા દેવાય એવો પડકાર ફેંક્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં વિજય પાનસુરીયા સહિત કેટલાક પાટીદારોની ટિકિટ કોંગ્રેસે કાપી નાખતાં પાસ ગુસ્સામાં આવી ગયું છે. પાસના નેતાઓનો આક્ષેપ છે કે, ડો. તુષાર ચૌધરીએ જીદ કરીને પાનસુરીયાના સ્થાને પોતાના ખાસ સુરેશ સુહાગિયાને ટિકિટ અપાવી છે. ચૌધરીની જીદના કારણે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હોવાનો તેમનો દાવો છે.
કોંગ્રેસે પાસ કન્વીનર ધાર્મિક માલવિયા નેવોર્ડ નંબર ત્રણમાંથી ટિકિટ જાહેર કરી હતી પરંતુ કોંગ્રેસે વચન આપ્યા બાદ પણ પાસ સાથે સંકળાયેલાની ટિકિટ કાપી નાખતાં ધાર્મિક માલવિયા ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાર્દિક પટેલના સાથીઓએ કોંગ્રેસ સામે બળવો કર્યો, હાર્દિક પટેલે કોને આપ્યો ટેકો ? જાણો શું મૂકી પોસ્ટ ?
Ahmedabad: ભાજપે ટિકિટ ના આપતાં મહિલાએ ભાજપના ક્યા ટોચના નેતાને કહ્યુઃ સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement