શોધખોળ કરો
મોદી સરકાર આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આપી રહી છે 5 લાખ રૂપિયા ? જાણો શું છે હકીકત
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
![મોદી સરકાર આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આપી રહી છે 5 લાખ રૂપિયા ? જાણો શું છે હકીકત Fact Check: Should modi govt gives Rs 5 lakh under Widow Women Welfare Scheme check details મોદી સરકાર આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આપી રહી છે 5 લાખ રૂપિયા ? જાણો શું છે હકીકત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/11141646/modi-news2n.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર નકલી ખબરનું ચલણ ખૂબ વધી ગયું છે. તાજો મામલો સરકાર તરફથી વિધવા મહિલા સમૃદ્ધિ યોજનાનો છે. જે અંતર્ગત મહિલાઓને 5 લાખ રૂપિયા કેશ અને ફ્રી સિલાઇ મશીન આપવામાં આવી રહ્યા છે. યુટ્યુબ પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર વિધવા મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમામ મહિલાના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા અને ફ્રી સિલાઇ મશીન આપી રહી છે.
પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો બોગસ હોવાનું જણાયું છે. કેન્દ્ર સરકાર દ્વાર આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, Youtube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર વિધવા મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમામ મહિલાના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા અને ફ્રી સિલાઇ મશીન આપી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ફેક છે. આવી કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
દિલ્હીઃ ખેડૂત આંદોલનમાં કોરોનાની એન્ટ્રી, સિંધુ બોર્ડર પર તૈનાત બે IPS પોઝિટિવ આવ્યા
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું, જાણો ક્યા વિસ્તારોમાં પડ્યો વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)