શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મથુરાના મંદિરમાં નમાજ પઢનારા ફૈઝલ ખાનની ધરપકડ, દિલ્હી અને મથુરા પોલીસની સંયુક્ત કાર્યવાહી
ફૈઝલ ખાને મંદિર પરિસરની અંદર નમાજ પઢી હતી અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી
નવી દિલ્હીઃ મથુરામાં કૃષ્ણ મંદિરમાં નમાજ પઢનારા ફૈઝલ ખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસ અને મથુરા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.
ફૈઝલ ખાને મંદિર પરિસરની અંદર નમાજ પઢી હતી અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં થોડા દિવસો પહેલા વ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી નિવાસી ફૈઝલ ખાન અને તેના મિત્રએ નંદગાવમાં નંદભવન મંદિર પરિસરમાં નમાજ પઢીને તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ અંગે ચાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મંદિરના એક સેવાદારની અરજી પર સ્થાનિક પોલીસે આરોપી ફૈઝલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને બે હિંદુ સાથીઓ સામે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાની, ધાર્મિક વૈમનસ્ય પેદા કરવાની, સમાજમાં ભય પેદા થાય તેવો માહોલ ઉભો કરવાની તથા મંદિરને અપવિત્ર કરવા જેવા આરોપોને લઈ કેસ નોંધાવ્યો હતો.
ડીસાઃ બંગલામાં 2 યુવતીઓ યુવકો સાથે હતી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, જાણો શું શું મળી આવ્યું ?
ભરૂચઃ શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલી દીધા અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકના કર્યા કેવા હાલ ?
યુવતી હનીમૂન માટે ગઈ તો પ્રેમીને પણ બોલાવી લીધો, બંને હોટલમાં મનાવતાં રંગરેલિયાં, ડિવોર્સ લેવા બંનેએ શું બનાવ્યો ભયંકર પ્લાન ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion