શોધખોળ કરો
Advertisement
Delhi violence: હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત,ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 50 હજાર
મંગળવારે નોર્થ ઈસ્ટ દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, ગોકલપુરી, મૌજપુર, કર્દમપુરી અને જાફરાબાદમાં હિંસા ભડકી ઉઠી હતી. આ પહેલા રવિવાર અને સોમવારે પણ હિંસાની ઘટના બની હતી.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઘાયલોને 50-50 હજાર રુપાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ તેના જાણકારી છે.
પોલીસ અધિકારી અનુસાર, દિલ્હી હિંસામાં કથિત રીતે સામેલ થનાર 106 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 18 એફઆઈઆર નોંધવામાં આવી છે. એડિશનલ કમનિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) મંદીપ સિંહ રંધાવાએ મીડિયાને જણાવ્યું કે, “બુધવારે કોઈ પણ અપ્રિય ઘટના નથી બની અને ઉત્તર પૂર્વ દિલ્હીથી આવતા પીસીઆર કૉલમાં પણ ઘટાડો થયો છે. ” કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ” મંગળવારે નોર્થ ઈસ્ટ દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, ગોકલપુરી, મૌજપુર, કર્દમપુરી અને જાફરાબાદમાં હિંસા ભડકી ઉઠીહતી. આ પહેલા રવિવાર અને સોમવારે પણ હિંસાની ઘટના બની હતી.Families of those killed in Delhi violence to get Rs 2 lakh, seriously injured Rs 50,000 as compensation: Senior official
— Press Trust of India (@PTI_News) February 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement