Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે.
Plane crash in Kazakhstan: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થવા રિપોર્ટ મળી રહ્યા છે. દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. દુર્ઘટના પહેલા પ્લેને અક્તાઉ એરપોર્ટ પર ઘણી વખત ચક્કર લગાવ્યા હતા. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હતું.
Kazakh media reports that the plane flying from Baku to Grozny crashed at Aktau airport.
— Портал Blog-Club.org (@blogclub_org) December 25, 2024
Before that, the plane made several circles over the airport. pic.twitter.com/rbcxjejFxR
કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે પુષ્ટી કરી છે કે વિમાન બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રોઝની જઇ રહ્યું હતું અને અક્તાઉ નજીક ક્રેશ થયું હતું. પરંતુ, ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.
કઝાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, વિમાનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, રોઇટર્સે આ માહિતીની પુષ્ટી કરી નથી. અકસ્માત અંગે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માત ઉડ્ડયન સુરક્ષા માટે બીજી પડકારજનક ઘટના છે. વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, આ દરમિયાન, કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
BREAKING: Passenger plane which crashed near Aktau Airport in Kazakhstan carried 67 passengers and 5 crew members.
— AZ Intel (@AZ_Intel_) December 25, 2024
There are reports of survivors. pic.twitter.com/vD8s8Dz8Oq
ટેકઓફ કર્યા બાદ પ્લેન અક્તાઉ એરપોર્ટ પાસે ઘણી વખત ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. શંકાસ્પદ તકનીકી ખામીને કારણે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યું નહીં.
ફ્લાઈટ રડાર 24 અનુસાર જે પ્લેન અકસ્માતમાં સામેલ થયું હતું. તે અઝરબૈજાન એરલાઈન્સનું Embraer ERJ-190 હતું. તે બાકુથી ગ્રોઝની માટે સવારે 3:55 UTC (ભારતીય સમય મુજબ 9:25) પર ઉડાન ભરી હતી. ફ્લાઈટમાં જીપીએસની સમસ્યા હતી, જેના કારણે તેણે અકસ્માત પહેલા કામ કરવાનું બંધ કરી દીધું હતું. દુર્ઘટના સાથે જોડાયેલા અન્ય એક વીડિયોમાં જોવા મળે છે કે દુર્ઘટના સ્થળે ઘણા લોકો હાજર છે.
⚡️Six people survived the plane crash in Aktau, the Minister of Health of Kazakhstan said. https://t.co/cy4K3601Ly
— Sputnik (@SputnikInt) December 25, 2024