શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂત આંદોલનનો આજે 101મો દિવસ, બ્લેક ડેને આ રીતે મનાવવાનો કર્યો ધરતીપુત્રોએ સંકલ્પ
છેલ્લા 100 દિવસથી કૃષિ નવા ત્રણ કાયદા સામે આંદોલન ચાલી રહ્યું છે. આજે આ આંદોલનનો 101મો દિવસ છે. ખેડૂતો 101માં દિવસને બ્લેક ડે તરીકે મનાવી રહ્યાં છે. કઇ રીતે મનાવી રહ્યાં છે બ્લેક ડે જાણીએ...
કૃષિ નવા કાયદા સામે ખેડૂતોની લડાઇ બહુ લાંબી ખેંચાઇ તેવા એંધાણ વર્તાય રહ્યાં છે. ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે લાંબા સંઘર્ષ માટે તૈયાર છે, પીછેહટ નહી કરે. આ સ્થિતિમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેત મળી રહ્યાં છે.
ખેડૂતોનો એક સૂર છે કે, કોઇપણ સંજોગોમાં આંદોલન પાછું નહીં ખેંચાઇ. આંદોલના 101માં દિવસે ખેડૂતો કેએમપી એક્સપ્રેસ 6 કલાક સુધી જામ કરશે. ખેડૂતો સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુંડલી-માનેસર-પાલવાલ કેએમપી એક્સપ્રેસ વે પર જામ કરી દેશે.
બ્રિટનના હાઉસ ઓફ પાર્લામેન્ટમાં પણ 90 મિનિટ સુધી ભારતીય ખેડૂતોની સમસ્યાઓ અને પ્રેસની આઝાદી મુદ્દે ચર્ચા થશે. જો કે બ્રિટિશ સરકાર આ મામલાને દેશનો આંતરિક મામલો જ ગણાવી રહી છે અને તેનો ઉકેલ તો ભારત સરકારે જ લાવવો રહ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion