શોધખોળ કરો
Advertisement
Farmers Protest: સિંઘુ બોર્ડર પર હિંસા અને દિલ્હી પોલીસના SHO પર તલવારથી હુમલો કરવા મામલે 44ની ધરપકડ
પ્રદર્શનકારીઓએ પોલીસના એસએચઓ પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
નવી દિલ્હી: દિલ્હી-હરિયાણા સ્થિત સિંઘુ બોર્ડર પર શુક્રવારે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પથ્થરમારો પણ થયો હતો. જેમાં દિલ્હીના અલીપૂરના એસએચઓ પ્રદીમ પાલીવાલ ઘાયલ થયા હતા. સિંઘુ બોર્ડર પર હિંસા મામલે 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રદર્શનકારીઓએ પોલીસના એસએચઓ પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેની પાંચ અન્ય પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. એસએચઓ પ્રદીપ પાલીવાલ પર હુમલો કરના શખ્સની ઓળખ 22 વર્ષીય રણજીત સિંહ તરીકે થઈ છે. તે પંજાબના નવા શહેરનો રહેવાસી છે.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અલીપૂરના એસએચઓ સિંઘુ બોર્ડર પર પ્રદર્શન સ્થળ ખાલી કરાવવાને લઈ ખેડૂતો અને સ્થાનિક નિવાસી હોવાનો દાવો કરનારા લોકોના મોટા જૂથ વચ્ચે થયેલી ઝપાઝપીમાં બચાવ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, બન્ને પક્ષોએ એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. તેના બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠી ચાર્જ પણ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement