શોધખોળ કરો
Advertisement
Farmers Protests: ખેડૂતો અને સરકાર વચ્ચેની 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ શું કહ્યું ? જાણો વિગતે
બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વાતચીતના 11 રાઉન્ડ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા સૌથી સારો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ખેડૂતો તેના પર વિચાર કરે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન સતત 58માં દિવસે પણ દિલ્હીની સીમા પર યથાવત છે. તેની વચ્ચે આજે સરકાર સાથે મળેલી 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ રહી હતી. બેઠકની આગામી તારીખ હાલ નક્કી કરવામાં આવી નથી.
બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વાતચીતના 11 રાઉન્ડ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા સૌથી સારો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ખેડૂત તેના પર વિચાર કરે.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, હું ભારે મનથી આ વાત કહી રહ્યો છું કે, આ મોટું દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખેડૂતો તરફથી કોઈ પણ સકારાત્મક રિસ્પોન્સ નથી મળી રહ્યો.
તોમરે ખેડૂત નેતાઓને કહ્યું કે, સરકાર તમારા સહયોગ માટે આભારી છે. કાયદામાં કોઈ કમી નથી. અમે તમારા સન્માનમાં પ્રસ્વાવ આપ્યો હતો. તમે નિર્ણય ના કરી શક્યા. જો તમે કોઈ નિર્ણય પર પહોંચો છો તો સૂચિત કરજો. તેના પર ફરી ચર્ચા કરીશું.
બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે, અમે કાયદો રદ કરવાની માંગ પર અડગ છે. આંદોલન ચાલુ રહેશે. વાતચીત માટે આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી.
આ પહેલા 20 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે ખેડૂતો નેતાઓને પ્રસ્તાવ આપ્યો હતો કે, તેઓ કૃષિ કાયદાને એક-દોઢ વર્ષ સુધી સ્થગિત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની એક કમિટી આ કાયદા પર વિસ્તૃત ચર્ચા કરી સમાધાનનો રસ્તો કાઢશે. જો ગુરુવારે ખેડૂત નેતાઓએ આ પ્રસ્તાવને નકારી દીધો હતો. ખેડૂતો કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement