શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલનમાં કોરોનાની એન્ટ્રી, સિન્ધુ બોર્ડર પર તૈનાત બે પોલીસ અધિકારીઓ થયા કોરોના પૉઝિટીવ
આ પોલીસ અધિકારીઓ આઉટર-નોર્થનના ડીસીપી ગૌરવ અને એડીશનલ ડીસીપી ઘનશ્યામ બંસલ છે. બન્નેના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા બન્નેને આ હૉમ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે, રિપોર્ટ છે કે સિન્ધુ બોર્ડર પર તૈનાત કરાયેલા બે આઇપીએસ અધિકારીનો કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પોલીસ અધિકારીઓ આઉટર-નોર્થનના ડીસીપી ગૌરવ અને એડીશનલ ડીસીપી ઘનશ્યામ બંસલ છે. બન્નેના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા બન્નેને આ હૉમ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સરકારના પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતાણવી આપી છે. ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ છે કે જ્યાં સુધી કૃષિ કાયદા રદ્દ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરતા રહીશું. આંદોલન લાંબુ ચાલશે તો આ માટે વ્યવસ્થા પણ દિલ્હીની અલગ અલગ બોર્ડર પર મુકમ્મલ દેખાઇ રહ્યું છે.
450 કિલોમીટર દુર પંજાબના ઘોડાની સવારી કરતા ગુરુ નાનાક દળ મડીયાનો જથ્થો દિલ્હી બોર્ડર પહોંચી ગયો છે. કોંડલી બોર્ડરની નીક આ જથ્થાએ ડેરો જમાવ્યો છે, અને ખેડૂતોની મદદ કરવાની શરૂઆત કરી દીધી છે.
ખેડૂતોને ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે આ ગુરુ નાનક દળે જવાબદારી ઉપાડી લીધી છે, ક્યાંક રોટલીઓ બનાવવામાં આવી રહી છે તો ક્યાંક શાકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આના પરથી લાગી રહ્યું છે કે ખેડૂતોનુ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion