મોદી સરકારે ફોર-વ્હીલર્સ અંગે લીધો મોટો નિર્ણય, જેની પાસે કાર સહિતનાં ફોર વ્હીલર હોય તેમણે આ નિયમ જાણવો જરૂરી
કેન્દ્ર સરકારે શનિવારે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, 1 ડિસેમ્બર, 2017 પહેલાં વેચાયેલાં મોટર વાહનો (ફોર વ્હીલર્સ)માં ફાસ્ટેગ ફરજિયાત છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે દેશના લાખો વાહન ચાલકોને અસર કરે તેવો મટો નિર્ણય લીધો છે. સરકારે ડિસેમ્બર 2017 પહેલાં ખરીદેલાં તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે. સરકારે M અને N કેટેગરીના જૂનાં વાહનો માટે 1 જાન્યુઆરી 2021 સુધીમાં ફાસ્ટેગ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. નવો નિયમ 1 એપ્રિલ 2021થી અમલમાં આવશે. આ નિયમ ફોર્મ 51 (વીમાનું પ્રમાણપત્ર)માં સુધારો કરીને બનાવવાયો છે અને કેન્દ્ર સરકારે આ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે.
કેન્દ્ર સરકારે શનિવારે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, 1 ડિસેમ્બર, 2017 પહેલાં વેચાયેલાં મોટર વાહનો (ફોર વ્હીલર્સ)માં ફાસ્ટેગ ફરજિયાત છે. નવાં વાહનોમાં ફોર વ્હીલર્સ માટે રજિસ્ટ્રેશન વખતે જ ફાસ્ટેગને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ઓટોમોબાઇલ કંપનીઓ કે તેમના ડીલર્સને તેની સપ્લાય કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 1 ઓક્ટોબર 2019થી રાષ્ટ્રીય પરમિટ વાહનો માટે ફાસ્ટેગ ફીટ કરવાનું ફરજિયાત કરાયું છે.
સરકારનો હેતુ ટોલ પ્લાઝાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાનો છે કેમ કે ડિજિટલ ટોલ હશે તો રેવન્યૂમાં પણ નુકસાન નહીં થાય અને દેશભરમાં મોટી માત્રામાં પેટ્રોલ (પેટ્રોલ અને ડીઝલ અથવા ગેસ)નો વપરાશ પણ ઘટશે.