MP: ઇન્દોરની બે માળની બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ, બે મહિલા સહિત 7 લોકો જીવતા સળગ્યા
આગ લાગવાની જાણકાર મળતા જ ફાયર બ્રિગેડની સાથે સાથે વિજય નગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો
Indore Mega Fire : મધ્યપ્રદેશના ઇન્દોરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીંના વિજયનગર વિસ્તારના સ્વર્ણ બાગ કૉલોનીમાં બે માળની ઇમારતમાં આગ લાગી ગઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે હ્રદય ધ્રુજાવી દેનારી ઘટનામાં 5 પુરુષો અને 2 મહિલાઓ સહિત 7 લોકોના મોત થઇ ગયા છે.
આગ લાગવાની જાણકાર મળતા જ ફાયર બ્રિગેડની સાથે સાથે વિજય નગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ અધિકારીનુ કહેવુ છે કે બની શકે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય. તેમને બતાવ્યુ કે આગ પર કાબુ મેળવવા માટે અમને ત્રણ કલાકનો સમય લાગ્યો.
Madhya Pradesh | Five people charred to death after a fire broke out in a two-storey building in Indore.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022
The Fire official says, "The fire might have started through a short circuit. It took us 3 hours to bring the fire under control. pic.twitter.com/FNDeDWgm1x
બતાવવામાં આવી રહ્યું છે કે આગની ઝપેટમાં આવનારી આ ઇમારત ઇસાક પટેલનુ મકાન છે. વળી, જેટલા લોકોના મોત થયા છે તે તમામ લોકો ભાડુઆત બતાવવામા આવી રહ્યાં છે, આમાથી કેટલાક લોકો અભ્યાસ કરતા હતા, તો કેટલાક લોકો નોકરી રહી રહ્યાં હતા.
इंदौर स्वर्ण बाग कॉलोनी में आग लगने से 7 लोगों की मौत की सूचना बेहद दुःखद है।
— jitu jirati (jitendra) जीतू जिराती (@jiratijitu) May 7, 2022
ईश्वर मृतकों को शांति प्रदान करे और घायलों को जल्द स्वस्थ लाभ प्रदान करें।#इंदौर#Indore
મૃતકોના નામ આશીષ, આકાંક્ષા, ગૌરવ, નીતૂ સિસોદિયા છે, જ્યારે બે નામોની પુષ્ટિ નથી થઇ, આ ઉપરાંત આ દૂર્ઘટનામાં ઘાયલ થનારાના નામ ફિરોઝ, મુનિરા, વિશાલ, હર્ષદ અને સોનાલી છે. હાલ પોલીસ દૂર્ઘટનાનો શિકાર થયેલા લોકોની પુરેપુરી જાણકારી એકઠી કરવામાં લાગી છે.
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત