Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આજ રાતથી ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ જાહેરાત કરી છે.
Emergency In Sri Lanka: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં આજ રાતથી ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ જાહેરાત કરી છે. શ્રીલંકામાં લોકો સતત રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે.
શ્રીલંકાના મુખ્ય વિરોધ પક્ષે તાજેતરમાં સરકાર અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે જ્યારે દેશ તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રાજપક્ષેએ તેમની બંધારણીય જવાબદારીઓ નિભાવી નથી. મુખ્ય વિરોધ પક્ષ, સામગી જન બલવેગયા (SJB), એ SLPP ગઠબંધન સરકાર વિરુદ્ધ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્દનાને બે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા.
ગોટાબાયા રાજપક્ષે અને તેમની કેબિનેટને સત્તા પરથી હટાવવા માટે 225 સભ્યોની સંસદમાં બહુમતીની જરૂર પડશે. યુનાઇટેડ પીપલ્સ ફોર્સ પાસે 54 મત છે અને તેને નાના પક્ષો તરફથી સમર્થન મળવાની અપેક્ષા છે. શાસક પક્ષ પાસે લગભગ 150 વોટ છે, પરંતુ આર્થિક સંકટ દરમિયાન આ સંખ્યા ઘટી છે જેના કારણે કેટલાક નેતાઓ પક્ષ વિરુદ્ધ જવાની આશંકા છે.
શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. શ્રીલંકાનું અર્થતંત્ર મોટા પ્રમાણમાં પર્યટનઉદ્યોગ પર આધારિત છે. દેશની જીડીપીમાં પર્યટનઉદ્યોગની લગભગ દસ ટકા ભાગીદારી છે. માર્ચ 2020માં કોવિડ લૉકડાઉન દરમિયાન શ્રીલંકાના મુખ્ય ઉદ્યોગો ચા, કપડા અને પર્યટન ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું