CM Nitish Offer To Congress: 'સાથે ચૂંટણી લડો, ભાજપ 100થી પણ ઓછી બેઠકોમાં સમેટાઇ જશે', CM નીતિશ કુમારની કોગ્રેસને ઓફર
નોંધનીય છે કે સલમાન ખુર્શીદે કોંગ્રેસ તરફથી CPI(M)ની 11મી મહાસભામાં ભાગ લીધો હતો.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરી એકવાર વિપક્ષની એકતાની તાકાત પર ભાર મૂક્યો છે અને કોંગ્રેસને સાથે આવવા અને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા વિનંતી કરી છે. સીપીઆઈ-એમની 11મી સામાન્ય સભામાં બોલતા સીએમ નીતિશે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે કોંગ્રેસ જલ્દી નિર્ણય લે. જો કોંગ્રેસ મારું સૂચન સ્વીકારીને ચૂંટણી લડે તો ભાજપ 100 સીટોથી નીચેમાં સમેટાઇ જશે. પરંતુ જો કોંગ્રેસ મારું સૂચન નહીં સ્વીકારે તો શું થશે તે તેઓ જાણે છે. સીએમ નીતીશે વધુમાં કહ્યું કે 'હું કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યો છું કે તેમણે 2024ની લોકસભા ચૂંટણી એકસાથે લડવી છે કે નહીં'.
#WATCH | I want you people (Congress) to take a quick decision. If they take my suggestion & fight together, they (BJP) will go below 100 seats, but if they don't take my suggestion, you know what will happen: Bihar CM Nitish Kumar at 11th General Convention of CPI-M, Patna pic.twitter.com/StbAEOjgWE
— ANI (@ANI) February 18, 2023
નોંધનીય છે કે સલમાન ખુર્શીદે કોંગ્રેસ તરફથી CPI(M)ની 11મી સામાન્ય સભામાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા ખુર્શીદે બેઠકમાં કહ્યું હતું કે 'હું અહીં કોંગ્રેસ વતી આવ્યો છું. પહેલા ગુજરાત મોડલની ખૂબ ચર્ચા થતી હતી પરંતુ હવે બિહાર મોડલની પણ વાત થવી જોઈએ અને હું દેશમાં દરેક જગ્યાએ જઈને આ મોડલનો ઉલ્લેખ ચોક્કસ કરીશ.
ભાજપ વિરુદ્ધ બોલવા પર દરોડા
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ સીપીઆઈ-એમની 11મી સામાન્ય સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'દેશમાં આ સમયે જો તમે ભાજપ વિરુદ્ધ બોલશો તો તમારા પર દરોડા પાડવામાં આવશે અથવા તમને જેલમાં મોકલવામાં આવશે અને જો તમે ભાજપ સાથે છો તો તમને હરિશ્ચંદ્ર કહેવામાં આવશે. તમારા પર કેટલા ડાઘા છે તેનાથી કોઈ ફરક નથી પડતો, જો તમે ભાજપ સાથે હોવ તો વોશિંગ મશીનથી અંદરના બધા ડાઘ ધોવાઈ જશે. તેજસ્વીએ વધુમાં કહ્યું કે 'તમે બધા દેશના બંધારણને બચાવવા માટે લડી રહ્યા છો. હું આ માટે તમારો આભાર માનું છું.
સીએમ નીતિશ કુમાર વડાપ્રધાન બનવા માંગતા નથી
ગુરુવારે બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે 'મને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી. વાસ્તવમાં હું મારા પક્ષના કાર્યકરોને પણ મારા માટે સૂત્રોચ્ચાર કરવાની મનાઈ કરું છું. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ સીએમ નીતીશની વડાપ્રધાન ન બનવાની ઈચ્છાને સમર્થન આપ્યું હતું.