શોધખોળ કરો
Advertisement
કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીની કારનું ચેક કર્યા વગર ગેરકાયદેસર બનાવ્યું PUC, નોંધાઈ પોલીસ ફરિયાદ
નિતિન ગડકરીની કારની ચકાસણી કર્યા વગર જ પીયૂસી આપનાર સેન્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ પૂણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.
મુંબઈ: નવો મોટર વ્હીકલ એક્ટ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ દંડની રકમ 10 ગણી વધી ગઈ છે. ત્યારે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની કારનું બોગસ પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર(PUC) બનાવી આપવા મામલે મહારાષ્ટ્ર પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
નિતિન ગડકરીની કારની ચકાસણી કર્યા વગર જ પીયૂસી આપનાર સેન્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ પૂણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.
પીયૂસી સેન્ટર પર કેન્દ્રીયમંત્રી ગડકરીની કારને ચેક કર્યા વગર પીયૂસી આપવાનો આરોપ છે. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નિયમો અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને નિતિન ગડકરીની કારનું પીયૂસી ગેરકાયદે બનાવી દીધું છે.An accused had made PUC on Nitin Gadkari's car without checking his car and without checking it on gas analyser machine. The certificate of PUC was issued without following the process. https://t.co/zpx4BZXfGI
— ANI (@ANI) September 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement