શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કશ્મીરમાં પાકે ફરિવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંધન, સેનાએ 3 પાક રેંજર્સેને કર્યા ઠાર
નવી દિલ્લી: પીઓકેમાં આતંકીઓ વિરૂધ્ધ સર્જિકલ સ્ટ્રાઈક બાદ સીમા પાર પાકિસ્તાન તરફથી વારંવાર સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કશ્મીરમાં હીરાનગર સેક્ટરમાં બોબિયા ચોકી પર શુક્રવારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. ટીવી રીપોર્ટસના મુજબ બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં ત્રણ પાક રેંજર્સેને મારવામાં આવ્યા છે. પાક દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફના એક જવાનની ઘાયલ થવાના સમાચાર મળ્યા છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પોણા બાર વાગ્યા આસપાસ ચારથી છ આતંકવાદીઓની એક ટુકડીએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરવાની કોશિશ કરી હતી. તેમણે જવાનોને લઈને જઈ રહેલા એક વાહન પર આરપીજીથી હુમલો કર્યો હતો. બાદમાં બંને પક્ષો તરફથી ગોળીબાર થયો હતો.
બંને પક્ષો વચ્ચે 20 મિનીટ સુધી ગોળીબાર ચાલ્યો હતો. ધુસપૈઠ દરમિયાન પાકિસ્તાનની અગ્રીમ ચોકી પરથી ગોળીઓ ચલાવવામાં આવતી હતી. અધિકારીએ જણાવ્યું કે બીએસએફે વિસ્તારમાં પ્રકાશ માટે પૈરાબોમ્બ ફેંક્યા ત્યારે આતંકવાદી ભાગી ગયા અને તેના એક ધાયલ સાથીને લઈને જતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે આપણી તરફ બધુ એકદમ શાંત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion