શોધખોળ કરો
મા ના ફેસબુક પ્રેમી સાથે દીકરીને થયો પ્રેમ, પછી કેવો આવ્યો વળાંક?, જાણો

અબોહર: પ્રેમમાં આંધળી બનેલી એક માએ પોતાની પ્રેમી સાથે મળીને પોતાની 17 વર્ષીય પુત્રી દિક્ષાનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના પછી કોઈને શંકા ન જાય તેના માટે માએ પરિવાના અન્ય સભ્યોની સંડોવણી ગણાવીને ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ઘટનાની તપાસ કરતા આરોપ મા અને પ્રેમીની ઘરપકડ કરી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 23મેના રોજ પોલીસને તેના પંજપીર નગર ખાતે આવેલા ઘરમાંથી 17 વર્ષીય દીક્ષાની લાશ મળી હતી. ત્યારે પોલીસને લાશ પાસેથી એક સુસાઈટ નોટ પણ મળી હતી. અને પોલીસને પણ પહેલી નજરે આત્મહત્યા કરી હોય તેમ લાગતુ હતું. જેથી પોલીસે સુસાઈટ નોટના આધારે પરિવારના તમામ લોકો સામે ફરિયાદ નોંધી હતી. ઘટનાની માહિતી પ્રમાણે, 40 વર્ષીય આરોપી મંજૂ પતિના નિધન બાદ પુત્ર અને પુત્રી સાથે અલગ રહેવા લાગી હતી. ગત વર્ષે તેની મિત્રતા 26 વર્ષીય વિજય ઉર્ફ સોનુ સાથે થઈ હતી. વિજય મૂળ હરિયાણાના રેવાડીનો છે. મહિલાના કહેવા પર વિજય 27 ડિસેમ્બરે ભારત આવ્યો અને 1 જાન્યુઆરીથી તે મંજૂને ત્યાં રહેવા લાગ્યો હતો. બે મહીના અગાઉ વિજયના મંજૂની 17 વર્ષીય પુત્રી દિક્ષા સાથે પણ પ્રેમસંબંધ થવા પર માતા-પુત્રીમાં ઝઘડા થવા લાગ્યા હતા. તે સમયે દીક્ષાએ આત્મહત્યાની ધમકી આપી હતી અને અમુક દિવસ અગાઉ દીક્ષાએ ફિનાઈલની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટના બાદ મંજૂએ દીક્ષા પાસે બહાના વડે સુસાઈડ નોટ લખાવડાવી લીધી. જેમાં આત્મહત્યાનું કારણ સંપત્તિ વિવાદ લખાવ્યું હતું. 23 મેનાં રોજ દીક્ષાએ પોતાના હાથ પણ તીક્ષણ હથિયાર વડે વિજય લખ્યું હતું. આ જોઈ મંજૂ રોશે ભરાઈ હતી અને તેણે મંજૂનુ ગળુ દબાવી દીધું. આ સમયે વિજય આવી જતા બંનેએ આ ઘટનાને આત્મહત્યાનું સ્વરૂપ આપવા દીક્ષાને પંખાથી લટકાવી દીધી અને ફરવા માટે જતા રહ્યાં. મંજૂનો 12 વર્ષીય પુત્ર ઘરે આવતા જ તેણે બુમો પાડી આ ઘટના વિશે સૌને જાણ કરી.
વધુ વાંચો





















