કોવિડથી રિકવર થયેલા દર્દીમાં જોવા મળી આ ગંભીર સમસ્યા, આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન
કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસ, બાદ હવે આ ગંભીર બીમારી પણ જોવા મળી. જેનાથી 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ બીમારી શું છે અને તેના લક્ષણો કેવા છે. ક્યારે કારણે આ વાયરસથી સંક્રમણ થાય છે. જાણીએ
નવી દિલ્લી: સરગંગારામ હોસ્પિટલના ડોક્ટર અનિલ અરોડાના મુજબ છેલ્લા 45 દિવસમાં કોરોનાના 5 દર્દીઓમાં સાઇટોગોમેગાલો વાયરસના કારણે મળના રાસ્તે બ્લિડિગના કેસ સામે આવ્યાં છે.
સર ગંગારામ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીમાં સાઇટોમેગાલો વાયરસના કારણે મળથી બ્લિડિંગના પાંચ કેસ સામે આવ્યાં છે. કોવિડ-19ના ઇમ્યુનોકોમ્પેટેન્ટ રોગીમાં સાઇટોમેગાલો વાયરસના કારણે થનાર રેક્ટલ બ્લીડિંગના 5 કેસની ભારતમાં પહેલા રિપોર્ટ છે. ચોંકાવાનારી વાત એ છે કે આવા લક્ષણો ધરાવતા 5માંથી એક દર્દીનું મોત થઇ ગયું છે.
સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરે અનિલ અરોડાના કહેવા મુજબ છેલ્લા 45 દિવસમાં આ સિમ્પમ્સ ધરાવતાં 5 દર્દીઓ સામે આવ્યાં છે. આ દર્દીઓમાં કોવિડના ઉપચારના 20થી 30 દિવસો બાદ પેટમાં દુખાવો, મળમાં બ્લડ, જેવી પરેશાની જોવા મળી હતી. આ તમામ કેસમાં સંક્રમણ માટે જવાબદાર અન્ય પ્રતિરક્ષાત્મક સ્થિતિ ન હતી. જેમકે ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, એડસ વગેરેમાં દર્દીમાં ઇમ્યુનિટી ઓછી થવાથી થાય છે.
ગંગારામ હોસ્પિટલના ડોક્ટરે કહ્યાં મુજબ 30-37 વર્ષની ઉંમરના આ પાંચ કેસ દિલ્લી એનસીઆરના હતા. પાંચ દર્દીઓમાંથી ચારને મળમાં બ્લડની સમસ્યા હતી તો આંતરડામાં રૂકાવટના કારણે હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમાંથી બે દર્દીઓને વધુ પ્રમાણમાં બ્લિડિંગ થતું હતું. જેમાં બે દર્દીની સર્જરી કરવી પડી જ્યારે ત્રણ દર્દીઓનો એન્ટી વાયરલ દવાથી ઇલાજ ચાલી રહ્યો છે.
ડોક્ટર મુજબ કોવિડના સંક્રમણ અને તેના ઇલાજમાં ઉપયોગમાં આવતી દવા ખાસ કરીને સ્ટીરોઇડના કારણે ઇમ્યુનિટી ઘટી જાય છે. આ સ્થિતિ અન્ય સંક્રમણને વધુ સંવેદનશીલ બનાવે છે. જેમાંથી એક છે. સાઇટોમેગાલો વાયરસ. ઉલ્લેખનિય છે કે, સાઇટોમેગાલો વાયરસ ભારતીય 80 ટકા લોકોમાં કોઇ નુકસાન પહોંચાડ્યા વિના મોજૂદ હોય છે. કારણ કે નોર્મલ કેસમાં આપણી પ્રતિરક્ષા પ્રણાલી એટલી સક્ષમ હોય છે કે, આ વાયરસ સામે રક્ષણ આપે છે. સાઇટોમેગાલો વાયરસનું સંક્રમણ સામાન્ય રીતે એવા દર્દીઓમાં જોવા મળે છે. જેમની ઇમ્યુનિટી નબળી હોય છે.