શોધખોળ કરો
Advertisement
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ: કોહલીની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું- આપનું તો નામ અને કામ બન્ને વિરાટ
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કોહલીને કહ્યું કે, આપનું નામ અને કામ બન્ને વિરાટ છે.
નવી દિલ્હી: ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પ્રથમ વર્ષગાંઠના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કોહલીને કહ્યું કે, આપનું નામ અને કામ બન્ને વિરાટ છે. ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત વિરાટ કોહલી સહિત અનેક મોટી હસ્તીઓ પીએમ મોદી સાથે વીડિયો કોન્ફ્રેન્સથી જોડાયા હતા.
પીએમ મોદીએ વિરાટ કોહલીને તેના ફિટનેસ રૂટીનને લઈને સવાલ કર્યો હતો, તેના જવાબમાં કોહલીએ કહ્યું, “ફિટ ઈન્ડિયા અભિયાનથી તમામને ફાયદો થઈ રહ્યો છે. રમતની જરૂરિયાત ખૂબજ ઝડપથી બદલાઈ રહી હતી અને આપણે તેને પૂરી કરી શકતા નહોતા. આપણે આ ફિટનેસના કારણે પાછળ રહી જતાં હતા. મને લાગે છે કે, ફિટનેસ જ પ્રાથમિકતા હોવી જોઈએ. આજે ફિટનેસ સેશન મિસ થતાં ખરાબ લાગે છે.”
મજાકના અંદાજમાં પીએમ મોદીએ દિલ્હીના છોલે ભટૂરેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેના જવાબમાં કોહલીએ કહ્યું કે, હા તે બધુ છોડવું જરૂરી હતી. મારી ટેવ ખરાબ હતી. હું જ્યારે પણ બહાર પ્રેક્ટિસ માટે જતો હતો ત્યારે બહારનું ખાતો હતો. તમામ વસ્તુઓ હેલ્થને નુકસાન પહોંચાડે છે. ડાયટનું ખૂબજ મહત્વ છે.
કોહલીએ ફિટનેસની રીત બતાવતા કહ્યું કે, આજના સમયે તમે માત્ર સ્કીલ પર નથી ટકી શકતા. તમારા શરીરનું મહત્વનું યોગદાન હોય છે. મગજ અને શરીર બન્ને ફીટ હોવું જરૂરી છે. ભોજન વચ્ચે સમય આપવો મહત્વપૂર્ણ છે. સતત ખાતા રહેવું જાઈએ નહીં, તેનાથી નુકસાન થાય છે. આપણે વિચાર કરવો જોઈએ કે વજન ઓછું કરવાનું છે કે, પોતાની ફિટનેસ બેહતર કરવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement