Punjab News: પંજાબમાં પૂરમાં ફસાયેલા લોકોને મુખ્યમંત્રી ભગવંત માને બચાવ્યા, હોશિયારપુરમાં બોટ લઇને ઘરો સુધી પહોંચ્યા
Flood in Punjab: હોશિયારપુર, ગુરદાસપુર અને રૂપનગર અને કપૂરથલા જિલ્લાના કેટલાક ભાગો ડૂબી ગયા છે

Flood in Punjab: પંજાબમાં ફરી પૂર આવ્યું છે. પોંગ અને ભાખરા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યા બાદ હોશિયારપુર, ગુરદાસપુર અને રૂપનગર અને કપૂરથલા જિલ્લાના કેટલાક ભાગો ડૂબી ગયા છે. ગુરુવારે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મુખ્યમંત્રી ભગવંત માન પોતે હોશિયારપુર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ તે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પૂરના કારણે આ લોકો પોતાના ઘરની છત પર રહેવા મજબૂર બન્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ હોશિયારપુરમાં પૂર આવ્યું હતું.
ਪੰਜਾਬ ‘ਚ ਹੜ੍ਹਾਂ ਨੇ ਦੁਬਾਰਾ ਦਸਤਕ ਦਿੱਤੀ ਹੈ..ਪਰ ਮੈਂ ਹਰ ਰੋਜ਼ ਸਥਿਤੀ ਬਾਰੇ ਜਾਣੂ ਹੋ ਰਿਹਾ ਹਾਂ..ਅੱਜ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਹੜ੍ਹ ਪ੍ਰਭਾਵਿਤ ਇਲਾਕਿਆਂ ਦਾ ਗਰਾਊਂਡ ਜ਼ੀਰੋ ‘ਤੇ ਜਾ ਕੇ ਜਾਇਜ਼ਾ ਲਿਆ…ਸਥਾਨਕ ਲੋਕਾਂ ਨਾਲ ਗੱਲਬਾਤ ਕੀਤੀ ਤੇ ਹੌਂਸਲਾ ਹਿੰਮਤ ਬਰਕਰਾਰ ਰੱਖਣ ਦੀ ਅਪੀਲ ਕੀਤੀ…ਸਮਾਂ ਔਖਾ ਜ਼ਰੂਰ ਹੈ ਪਰ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਸਾਥ ਨਾਲ ਲੰਘ… pic.twitter.com/SGh09b1LbR
— Bhagwant Mann (@BhagwantMann) August 17, 2023
મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું હતું કે પંજાબમાં ફરી પૂર આવ્યું છે. પરંતુ હું દરરોજ પરિસ્થિતિથી વાકેફ થઈ રહ્યો છું. આજે ગ્રાઉન્ડ ઝીરો ખાતે હોશિયારપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. સમય કપરો છે પણ પસાર થઇ જશે. સરકારના વચન મુજબ લોકોના તમામ નુકસાનની ભરપાઈ કરશે. ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
કપૂરથલામાં પૂરગ્રસ્ત ગામમાંથી 300 લોકોને બચાવ્યા
ન્યૂઝ એજન્સી અનુસાર, આર્મી અને એનડીઆરએફની ટીમોએ ગુરુવારે પંજાબના કપૂરથલામાં પૂરગ્રસ્ત ગામડાઓમાંથી લગભગ 300 લોકોને બચાવ્યા અને રાજ્યના કેટલાક પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી હતી. કપૂરથલાના ડેપ્યુટી કમિશનર કરનૈલ સિંહે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સેનાએ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે છ બોટ તૈનાત કરી હતી અને સ્થળાંતર કરાયેલા તમામ લોકોને રાહત શિબિરોમાં મોકલ્યા હતા. ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે બિયાસ નદીમાં આવેલા પૂરથી કુલ 22 ગામો પ્રભાવિત થયા છે.
'પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ સરકાર કરશે'
ગુરુવારે બપોરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પરિસ્થિતિની સમીક્ષા કરવા હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા બોટમાં પહોંચ્યા હતા. માને કહ્યું કે, રાજ્ય સરકારના હેલિકોપ્ટર સહિત સમગ્ર સરકારી તંત્ર આ સંકટની ઘડીમાં લોકોની સેવામાં છે. પૂરને કારણે લોકોને થયેલા નુકસાનની તપાસ કરવા માટે રાજ્યે પહેલાથી જ "ખાસ સર્વેક્ષણ" કરવાનો આદેશ આપ્યો છે. માને ખાતરી આપી હતી કે તેમની સરકાર લોકોને વળતર આપશે. પૂરને કારણે કોઈએ મરઘી કે બકરી ગુમાવી હોય તો પણ સરકાર સહાય કરશે. તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવા હાજર છે.
રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર છે. ભાખરા ડેમમાંથી સતલજ નદીમાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. સેના બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. NDRFની ટીમો પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોને બચાવવા ચોવીસ કલાક કામ કરી રહી છે.





















