શોધખોળ કરો
Advertisement
AAPના આ બળવાખોર ધારાસભ્ય આવતીકાલે ભાજપમાં થશે સામેલ
આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ જાતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃઆમ આદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રા હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. કપિલ મિશ્રાએ ટ્વિટ કરી આ વાતની જાણકારી મળી હતી. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, તે આવતીકાલે 11 વાગ્યે ભાજપમાં સામેલ થશે.નોંધનીય છે કે કેટલાક દિવસો અગાઉ જ કપિલ મિશ્રાની વિધાનસભાનું સભ્યપદ રદ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કપિલ મિશ્રા વિરુદ્ધ શિસ્તબદ્ધની કાર્યવાહી કરતા તેમને ગેરલાયક ઠેરવતા સદસ્યતા રદ કરી દીધી હતી.
આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કપિલ મિશ્રા વિરુદ્ધ અરજી કરી હતી. આ અગાઉ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કપિલે પક્ષ વિરુદ્ધ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા કપિલ મિશ્રાએ સતત મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ મોર્ચો માંડ્યો હતો અને તેમના ઉપર અનેક પ્રકારના અનિયમિતતાના આરોપ લગાવ્યા હતા. વિધાનસભા સભ્યપદ રદ્દ કરવા પર કપિલે કહ્યું કે મોદીજીનું અભિયાન ચલાવવા માટે એક નહીં પણ સૌ વખત ધારાસભ્યની ખુરશી કુર્બાન કરી શકું છું.I am joining BJP tomorrow at 11 a.m. "दिल्ली चलें मोदी के साथ"🇮🇳
— Kapil Mishra (@KapilMishra_IND) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement