શોધખોળ કરો
કોંગ્રેસે અહમદ પટેલની જગાએ કોને બનાવ્યા કોંગ્રેસના ખજાનચી ? જાણો મોટા સમાચાર
કૉંગ્રેસના દિગ્ગ્જ નેતા અહમદ પટેલનું 25 નવેમ્બરે દિલ્હીમાં નિધન થયું હતું.

નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટીએ પોતાના દિવંગત નેતા અને કોષાઅધ્યક્ષ અહમદ પટેલની જવાબદારી વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલને સોંપી છે. છેલ્લા લાંબા સમયથી પવન બંસલ રાજનીતિના પડદા પાછળની ભૂમિકામાં હતા, પરંતુ જવાબદારી મળ્યા બાદ તેમનું કદ ફરી ફ્રન્ટ લાઈનમાં આવી ગયું છે.
72 વર્ષના પવન કુમાર બંસલ 10મી, 13મી, 14મી અને 15મીં લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ યૂપીએની મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી, સંસદીય મામલાના રાજ્યમંત્રી, જળ સંસાધન મંત્રાલ સહિત તમામ વિભાગોમાં પણ રહી ચૂક્યા છે. પરંતુ તેમના ભત્રીજા વિવેક સિંગલાની ઉપર લાંચનો આરોપ લાગ્યા બાદ 3 મે 2013ના રોજ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કૉંગ્રેસ પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પવન કુમાર બંસલને કોષાધ્યક્ષનું કાર્યભાળ જોવા માટે નિયુક્ત કર્યા છે.
72 વર્ષના પવન કુમાર બંસલ 10મી, 13મી, 14મી અને 15મીં લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ યૂપીએની મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી, સંસદીય મામલાના રાજ્યમંત્રી, જળ સંસાધન મંત્રાલ સહિત તમામ વિભાગોમાં પણ રહી ચૂક્યા છે. પરંતુ તેમના ભત્રીજા વિવેક સિંગલાની ઉપર લાંચનો આરોપ લાગ્યા બાદ 3 મે 2013ના રોજ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કૉંગ્રેસ પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પવન કુમાર બંસલને કોષાધ્યક્ષનું કાર્યભાળ જોવા માટે નિયુક્ત કર્યા છે. વધુ વાંચો





















