ગુજરાતના શિક્ષણ મોડલ પર પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડેલને નિષ્ફળ ગણાવ્યું હતું.

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સમાચાર શેર કરી ગુજરાત મોડેલને નિષ્ફળ ગણાવ્યું હતું. આ સમાચાર ગુજરાતની શાળાઓના પરિણામને લગતા હતા. ગુજરાતની 157 શાળામાં એક પણ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ ન થયાના સમાચાર અખિલેશે પોસ્ટ કરી ગુજરાત મોડેલ પર પ્રહાર કર્યા હતા.
गुजरात मॉडल ही फ़ेल हो गया… गुजरात में 157 स्कूलों में 10वीं की बोर्ड परीक्षा में एक भी छात्र पास नहीं हुआ।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 12, 2025
भाजपा हटाएंगे, भविष्य बचाएंगे! pic.twitter.com/koGFpTfwuS
જો કે, અખિલેશ યાદવે જે પરિણામને લઈ સવાલ ઉઠાવ્યા છે તે 2 વર્ષ જૂનું પરિણામ છે. અખિલેશે લખ્યું કે, ગુજરાત મોડેલ પોતે જ નિષ્ફળ ગયું છે. ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માં ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નહીં. આપણે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું! અખિલેશ યાદવને સાથ મળ્યો દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો. અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, આ ગુજરાત મોડેલ છે. આ ભાજપ મોડેલ છે.. જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. કેજરીવાલે આગળ લખ્યું, આખા દેશને આ લોકો અભણ રાખવા માગે છે. મને એક એવું રાજ્ય બતાવો, જ્યાં તેમની સરકાર હોય અને શિક્ષણનો દાટ ન વાળ્યો હોય.
અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરી
અખિલેશ યાદવે પોતાના એક્સ એકાઉન્ટ પર વધુ એક પોસ્ટ કરતા લખ્યું છે કે, વાત ગુજરાત મોડલની નિષ્ફળતાની છે, આજ કે કાલની તારીખની નહીં. જે લોકો સેંકડો વર્ષ જૂના ઈતિહાસને ખોદી કાઢે છે તેઓને તેમનો એક-બે વર્ષ જૂનો ઈતિહાસ યાદ આવે ત્યારે આટલી બેચેની કેમ થાય છે ?
શું આ પણ નિષ્ફળ ગુજરાત મોડલના શિકાન નથી ને, જેઓ જૂની પીડાની યાદ અપાવતા ચિડાઈ ગયા છે. કદાચ તેઓ એક જ શ્રેણીના છે, તેથી જ તેઓ ‘ફેક ન્યૂઝ’ અને ‘જૂના સમાચાર’ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.
बात गुजरात मॉडल की नाकामी की हो रही है, आज या कल की तारीख़ की नहीं। जो लोग सैकड़ों साल पुराने इतिहास को खोद कर लाते हैं, उन्हें उनका एक-दो साल पुराना इतिहास याद दिलाने से इतनी बैचेनी क्यों हो रही है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 13, 2025
कहीं ये भी तो असफल गुजरात मॉडल के शिकार तो नहीं हैं, जो पुराना दर्द याद दिलाने…
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપ્યો વળતો જવાબ
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું, એન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈ વિધાર્થીઓ સાથે છેતરપિંડીનો ઘિનાવટો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો. વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં. ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને પેરેન્ટ્સમાં ભયનું વાતાવરણ સર્જવાનો અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે.
ગુજરાતમાં બોર્ડ પરીક્ષાના પરિણામો સંદર્ભે ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને પેરેન્ટ્સમાં ભયનું વાતાવરણ સર્જવાનો અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે.
— Praful Pansheriya (@prafulpbjp) April 13, 2025





















