Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં કરવામાં આવ્યા દાખલ
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત ખરાબ હોવાની વાત સામે આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મનમોહન સિંહને દિલ્હી એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત ખરાબ હોવાની વાત સામે આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મનમોહન સિંહને દિલ્હી એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં AIIMSના ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
PTI SHORTS | Former PM Manmohan Singh admitted to Delhi AIIMS, condition critical
— Press Trust of India (@PTI_News) December 26, 2024
WATCH: https://t.co/pDNsTWeszK
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the headlines. #PTIVideos
પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત નાજુક છે
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુવારે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે 92 વર્ષીય સિંહને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. સિંહના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત નાજુક છે. તેમની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પૂર્વ પીએમ મનમોહન સિંહને રાત્રે 8 વાગ્યાની આસપાસ એમ્સમાં લાવવામાં આવ્યા હતા. સુત્રો જણાવી રહ્યા છે કે ડો.સિંઘ ફેફસાના ઈન્ફેક્શનથી પીડિત છે. હાલ તબીબોની ટીમ સઘન તપાસ કરી રહી છે. ડૉ.નીતીશ નાઈકની દેખરેખ હેઠળ સારવાર થઈ રહી છે. આ કારણથી તેઓ કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.નીતીશ નાઈકની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. પૂર્વ પીએમને આ પહેલા પણ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો...