શોધખોળ કરો
Advertisement
ભારત રત્ન પ્રણબ મુખર્જીનું નિધન, રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં.
નવી દિલ્હી: સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી. પ્રણબ મુખર્જીના નિધન પર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જીના નિધનના સમાચાર મળ્યા. હું તેમને શ્રદ્ધાંજલિ આપુ છું. આ દુખના સમયમાં પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદંબરમે પણ પ્રણબ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, પ્રણબ મુખર્જી એક મહાન રાજનેતા હતા અને તેમનું જવું દેશને એક ખૂબ જ મોટી ક્ષતિ થઈ છે. તેમને અર્થવ્યવસ્થાથી લઈને આમ આદમી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઉંડી સમજ હતી. તેમના યોગદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે.
કૉંગ્રેસના ડિજિટલ સંવાદદાતા સમ્મેલનમાં પણ થોડીવાર મૌન રાખી પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રણબ મુખર્જીએ સોમવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ જાણકારી તેમના પુત્ર અભિજીતે આપી હતી. તેમને ગઈ 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement