શોધખોળ કરો

કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ રાષ્ટ્રપિત પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી TMCમાં સામેલ

પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિકરા અભિજીતે સોમવારે કોલકત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં ટીએમસીનો ખેસ પહેરી લીધો છે.

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિકરા અભિજીતે સોમવારે કોલકત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા અભિજીતે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 

ટીએમસી જોઇન કર્યા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.

કોંગ્રેસે મને કોઈ પદ આપ્યું નહીં

અભિજીત મુખર્જીએ કહ્યુ કે, પ્રાથમિક સભ્ય સિવાય કોંગ્રેસ પાર્ટીના કોઈ સમૂહમાં મને સામેલ કરવામાં ન આવ્યા અને કોઈ પદ આપવામાં આવ્યું નહીં. તેથી હું એક સૈનિકના રૂપમાં ટીએમસીમાં સામેલ થયો છું. હું પાર્ટીના આદેશો પ્રમાણે કામ કરીશ. અખંડતા અને ધર્મનિરપેક્ષતાને બનાવી રાખવા માટે કામ કરીશ.

પિતાની સીટથી બે વખત રહ્યા છે સાંસદ

અભિજીત મુખર્જીના રાજકીય કરિયરની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં આવ્યા પહેલા સરકારી નોકરી કરતા હતા. પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા સીટ ખાલી થઈ હતી. 2012માં કોંગ્રેસની ટિકિટ પર અભિજીત અહીંથી પ્રથમવાર પેટાચૂંટણી જીતી સાંસદ બન્યા. 2014 લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ પરથી ફરી જીતવામાં સફળ રહ્યા. પરંતુ 2019ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. તેમના પિતા પ્રણવ મુખર્જી આ સીટથી 2004 અને 2009માં જીત્યા હતા. 

નકલી વેક્સિનેશન કેમ્પ પર કર્યો હતો મમતાનો બચાવ

હાલમાં કોલકત્તામાં નકલી વેક્સિનેશન કેમ્પનો મામલો સામે આવ્યો હતો. વિપક્ષે આ માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી પરંતુ અભિજીતે તેમનો બચાવ કર્યો હતો.પોતાના ટ્વીટમાં મુખર્જીએ લખ્યુ કે- કોઈ વ્યક્તિ વિશેષની ખોટી હરકત માટે પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જો આમ છે તો વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી સાથે જોડાયેલા મામલા માટે પ્રધાનંત્રી મોદીને જવાબદાર ઠેરવી શકાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget