શોધખોળ કરો
અમદાવાદમાં આવેલી તમિલ સ્કૂલને બંધ કરવાના નિર્ણયને લઈ તમિલનાડુના મુખ્યમંત્રીએ વિજય રૂપાણીને પત્ર લખી શું કહ્યું ? જાણો વિગત
1971માં આ શાળાની શરૂઆત થઈ હતી. હાલ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 31 હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદઃ અમદાવાદ તમિલ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ગુજરાતની એક માત્ર તમિલ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા શરૂ રાખવાની માંગ કરી છે. 1971માં આ શાળાની શરૂઆત થઈ હતી. હાલ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 31 હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સ્કૂલ શરૂ રાખવા વિનંતી કરી છે. પલાનીસ્વામીએ વિજય રૂપાણીને લખેલા પત્રમાં કહ્યું- અમદાવાદમાં મુખ્ય રીતે પ્રવાસી મજૂરોના બાળકોને તમિલ ભાષામાં શિક્ષણ આપતી સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાનો ઉલ્લેખ કરી અચાનક બંધ કરવાના નિર્ણયથી સ્તબ્ધ છું. તમિલ સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિની સાથે એક પ્રાચીન ભાષા છે અને તમિલ ગુજરાતના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં તમિલ ભાષાના ભવિષ્યને સંરક્ષિત કરવાની જરૂર છે. પલાનીસ્વામીએ પત્રમાં એમ પણ લખ્યું છે કે, તમિલનાડુ સરકાર અમદાવાદમાં તમિલ માધ્યમ સ્કૂલ શરૂ રાખવા માટે થતો પૂરો ખર્ચ ઉપાડવા તૈયાર છે. ગુજરાત સરકાર તમિલ ભાષામાં શિક્ષણના અધિકારની રક્ષા કરશે તેવો મને વિશ્વાસ છે. આ પહેલા બુધવારે પીએમકેના સંસ્થાપર ડો. એસ રામદાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મણિનગર સ્થિત તમિલ સ્કૂલને શરૂ રાખવા હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ વાંચો





















