શોધખોળ કરો

ગગનયાનની તારીખ થઇ ફિકસ, ચંદ્ર માનવ મિશન ક્યારે થશે શરૂ, ISRO ચીફે કરી મહત્વની જાહેરાત

સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 ખૂબ જ ભારે મિશન હશે, જેમાં લેન્ડર ભારત આપશે, જ્યારે રોવર જાપાનથી આવશે. ચંદ્રયાન-3 પર રોવરનું વજન માત્ર 27 કિલો હતું. પરંતુ, આ મિશન 350 કિલોનું રોવર વહન કરશે. આ મિશન ભારતને ચંદ્ર પર માનવ ઉતારવાની એક ડગલું નજીક લઈ જશે

ઇસરો ચીફ એસ સોમનાથે શનિવારે ભારતના મહત્વકાંક્ષી અવકાશ મિશન વિશે માહિતી આપી હતી. તેમણે ગગનયાન, ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5 મિશનના પ્રક્ષેપણમાં વિલંબ અંગે પણ માહિતી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, ભારત ચંદ્ર પર માનવ મિશન ક્યારે શરૂ કરી શકે છે. તેમણે ઈસરોમાં ખાનગી ક્ષેત્રની પણ વાત કરી છે.

 સમગ્ર વિશ્વની નજર ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) પર ટકેલી છે. ચંદ્રયાન-3 ની સફળતા પછી, ISRO ચંદ્રયાન-4 અને ગગનયાન મિશન પર ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વાસ્તવમાં, ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન 'ગગનયાન' 2024 અથવા 2025 ના અંતમાં લોન્ચ થવાની અપેક્ષા હતી, પરંતુ તેની તારીખ બદલાઈ ગઈ છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) પર સરદાર પટેલ મેમોરિયલ લેક્ચરમાં ભારતના આગામી મિશનની સાથે વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતની ભાગીદારી વધારવા વિશે પણ વાત કરી હતી. તેમણે ગગનયાન, ચંદ્રયાન-4, ચંદ્રયાન-5 અને ચંદ્ર પર ભારતના માનવ મિશન વિશે પણ વાત કરી.

 ઓલ ઈન્ડિયા રેડિયોના લેક્ચરમાં તેમણે ભારતના બહુપ્રતિક્ષિત ગગનયાન મિશન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે માનવસહિત અવકાશ મિશન ગગનયાન સંભવતઃ 2026માં લોન્ચ કરવામાં આવશે. તે જ સમયે, ચંદ્રયાન-4, જે ચંદ્રની સપાટીથી નમૂનાઓ લાવશે, તેને 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે ભારત-અમેરિકાનું વિલંબિત મિશન નિસાર આવતા વર્ષ સુધીમાં શક્ય બનશે. NISAR મિશન એ એક રડાર મશીન છે જે પૃથ્વીની સપાટી પર પર્યાવરણીય ફેરફારો અને કુદરતી આફતો અને કુદરતી ઘટનાઓ વિશે વધુ સચોટ  માહિતી એકત્ર કરશે.

 ISROનું મૂન મિશન

ISROના અધ્યક્ષે જાહેર કર્યું કે જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે સંયુક્ત ચંદ્ર-ઉતરાણ મિશન, જેનું મૂળ નામ LUPEX અથવા Lunar Polar Exploration (LUPEX) હતું. આ ચંદ્રયાન-5 મિશન હશે. તેમણે લોન્ચ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો ન હતો. અગાઉ LUPEX મિશન 2025ની સમયમર્યાદામાં લોન્ચ થવાનું હતું, પરંતુ હવે તેને ચંદ્રયાન-5 તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેથી તેની અપેક્ષા 2028 પછી જ કરી શકાય છે.

 ચંદ્રયાન-4 ક્યારે

સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 ખૂબ જ ભારે મિશન હશે, જેમાં લેન્ડર ભારત આપશે, જ્યારે રોવર જાપાનથી આવશે. ચંદ્રયાન-3 પર રોવરનું વજન માત્ર 27 કિલો હતું. પરંતુ, આ મિશન 350 કિલોનું રોવર વહન કરશે. આ મિશન ભારતને ચંદ્ર પર માનવ ઉતારવાની એક ડગલું નજીક લઈ જશે. ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના જાહેર કરી છે.

 ISRO માં ખાનગી ક્ષેત્ર

શનિવારના વ્યાખ્યાનમાં, સોમનાથે વૈશ્વિક અવકાશ અર્થતંત્ર અને અવકાશ સંશોધનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આગામી 10 થી 12 વર્ષમાં આંતરરાષ્ટ્રીય અવકાશ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી 2 ટકાથી વધારીને 10 ટકા કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે ISRO પોતાના દમ પર આ હાંસલ કરી શકતું નથી. સ્ટાર્ટ-અપ્સથી લઈને મોટી કંપનીઓ સુધી, દરેક વ્યક્તિએ ભારતના અવકાશ ક્ષેત્રમાં આવવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget