Gangrape in Kolkata: હોટલમાં દારુ પીધા પછી મહિલા પર સાથી કર્મચારીઓ પર આચર્યુ દુષ્કર્મ, ત્રણની ધરપકડ
અહીં ગયા શનિવાર એક હૉટલમાં એક મહિલના સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો, ઘટના 11 જૂનની છે પરંતુ પોલીસ તરફથી આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગુરુવારે આનો ખુલાસો થયો છે.
Gangrape in Kolkata: પશ્ચિમ બંગળની રાજધાનીમાં ગુના ઓછા થવાનુ નામ નથી લઇ રહ્યું. તાજો કેસ ચિનાર પાર્ક વિસ્તારનો છે. અહીં ગયા શનિવાર એક હૉટલમાં એક મહિલના સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો, ઘટના 11 જૂનની છે પરંતુ પોલીસ તરફથી આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગુરુવારે આનો ખુલાસો થયો છે.
આરોપી લોકો પીડિત મહિલાના વરિષ્ઠ સહયોગી -
પોલીસે કહ્યું કે, શહેરની એક હૉટલમાં એક ઓફિસ પાર્ટીમાં મહિલાના સહકર્મીઓએ તેની સાથે ગેન્ગરેપ કર્યો, આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લોકો તેના વરિષ્ઠ સહયોગી છે, અને તેની ઓળખ ભાસ્કર બેનર્જી, ચિરંજીત સુત્રધર અને ઇન્દ્રાણી ડે તરીકે થઇ છે. જેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. ઓફિસ પાર્ટીનુ આયોજન શહેરના ચિનાર પાર્ક વિસ્તારમાં એક હૉટલમાં કરવામાં આવ્યુ હતુ.
મહિલાને કથિત રીતે નશો કરાવાયો -
પોલીસે કહ્યું કે, પીડિતા એક આઇટી કંપનીની કર્મચારી છે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે મહિલાને કથિત રીતે નશીલુ પીણું પીવડાવવામાં આવ્યુ. હોટલના એક રૂમમાં લઇ જવાઇ અને તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. તેને બતાવ્યુ કે ફરિયાદીના મેડિકલ પરીક્ષણ કરાવી લેવામાં આવ્યુ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે ધરપકડ કરાયેલા ત્રણેયની પુછપરછ કરી રહ્યાં છીએ અને તે દિવસના સીસીટીવી ફૂટેજ હાંસલ કરવા માટે હૉટનો સંપર્ક પણ કર્યો છે.
આ પણ વાંચો....
Air Force Agniveer: ભારતીય વાયુસેનામાં જલ્દી જ થશે અગ્નિવીરોની ભરતી, IAFએ જાહેર કર્યા FAQs
આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારે વરસાદ પડશે
India Corona Cases Today: ભારતમાં કોરોના વકર્યો, એક્ટિવ કેસ 63 હજારને પાર
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!