નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!
તેમણે કહ્યું કે રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેને દૂર કરવા માટે તે રોડ પર ગેરકાયદે પાર્કિંગની પ્રથાને રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે.
Wrongly Parked Vehicle: જો કોઈ વ્યક્તિ ખોટી રીતે રોડ પર ઉભા રાખેલા વાહનનો ફોટો મોકલશે તો તેને 500 રુપિયાનું ઈનામ આપવામાં આવશે. આ માહિતી આપી છે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ. નિતિન ગડકરીએ આ વિશે વધુમાં જણાવ્યું કે, સરકાર જલ્દી જ આ કાયદો લાવી રહી છે. આ સાથે ખોટી રીતે વાહન પાર્કિંગ કરનાર વાહન માલિકને 1000 રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં નિતિન ગડકારીએ કહ્યું કે, હાલ અમે રસ્તા પર ખોટી રીતે વાહન ઉભા રાખવાની પ્રવૃતિને રોકવા માટે એક કાયદો લાવવા અંગે વિચાર કરી રહ્યા છીએ.
ફોટો મોકલનારને મળશે ઈનામ
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, હું એક કાયદો લાવવાનો છું, જે વ્યક્તિ રોડ ઉપર વાહન ઉભું રાખશે તેના ઉપર 1 હજાર રુપિયાનોં દંડ લગાવામાં આવશે. આ સાથે જે વ્યક્તિ આવી રીતે પાર્ક કરાયેલા અને ઉભા રખાયેલા વાહનનો ફોટો મોકલશે તેમને 500 રુપિયા આપવામાં આવશે. નિતિન ગડકરીએ આ વાત ઉપર દુઃખ વ્યક્ત કર્યું કે, લોકો પોતાના વાહનો માટે પાર્કિંગની જગ્યા નથી બનાવતા. આના બદલે લોકો વાહનોને રસ્તા પર જ પાર્ક કરતા હોય છે.
ગડકરી તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેને દૂર કરવા માટે તે રોડ પર ગેરકાયદે પાર્કિંગની પ્રથાને રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે.
દિલ્હીના લોકો ભાગ્યશાળી
રમુજી અંદાજમાં નિતિન ગડકરીએ કહ્યું કે, "નાગપુરમાં મારા રસૌઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે. આજે ચાર સભ્યોના પરિવારમાં 6 કાર હોય છે. એવું લાગે છે કે, દિલ્હીના લોકો ભાગ્યશાળી છે. અમે તેમના વાહનો પાર્ક કરવા માટે રોડ બનાવ્યો છે."