શોધખોળ કરો
દેશના પ્રથમ CDS બન્યા બિપિન રાવત, ત્રણેય સેનાઓની કમાન સંભાળશે
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી ત્રણ સેનાઓ સાથે જોડાયેલા મામલે રક્ષામંત્રીને સલાહ આપવાની રહેશે. સીડીએસ જ રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર બનશે. જોકે સૈન્ય સેવાઓ સાથે જોડાયેલા વિશેષ મુદ્દે ત્રણેય સેનાઓના ચીફ પહેલાની જેમ રક્ષામંત્રીને સલાહ આપતા રહેશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement