શોધખોળ કરો
Advertisement
GHMC Election Final Result 2020: પરીણામ આવ્યું, ભાજપને બમ્પર ફાયદો, જાણો AIMIMને કેટલી બેઠકો મળી
ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
GHMC Election Results:ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર સફળતા મેળવી છે. પરંતુ નિગમ પર ટીઆરએસ ફરી એક વખત કબજો જમાવવા જઈ રહ્યું છે. કે ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસએ 56 બેઠકો પર જીત મેળવી છે અને સૌથી મોટી પાર્ટી બની છે. નિગમમાં બહુમત માટે 76 બેઠકોની જરૂર છે.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ત્રીજા નંબર પર રહી અને પાર્ટીએ 43 બેઠકો પર જીત મેળવી છે. કુલ 150 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 49 બેઠકો પર જીત મેળવી છે. 2016ની ચૂંટણીમાં ટીઆરએસ 99, એઆઈએમઆઈએમ 44, ભાજપ 4, કૉંગ્રેસ 2 અને ટીડીપી એક બેઠક જીતી હતી.
આ ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો પર સિમિત રહી ગઈ છે. પાર્ટીની હાર બાદ તેલંગણા કૉંગ્રેસના અધ્યક્ષ ઉત્તમ રેડ્ડીએ રાજીનામું આપી દીધુ છે.
TRS- 56
BJP - 49
AIMIM - 43
INC - 02
ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પાર્ટી માટે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે, ટીઆરએસ રાવનો ચહેરો અને મુખ્યમંત્રી તરીકે તેમના કામકાજ પર નિર્ભર રહી હતી.
કોણે કેટલી બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા ?
સત્તારૂઢ ટીઆરએસએ તમામ 150 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે 149 વોર્ડમાં ઉમેદવાર ઉતાર્યા હતા. કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને ટીડીપીએ ક્રમશ: 146, 51 અને 106 વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement