શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસની સારવાર માટે ગ્લેનમાર્કની દવા "ફેબિફ્લુ"ને મળી મંજૂરી, જાણો પ્રતિ ટેબલેટની કેટલી છે કિંમત ?
કોરોના વાયરસની સારવાર માટે મહારાષ્ટ્ર સ્થિત ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સે દવા લોન્ચ કરી છે. ‘ફેબિફ્લુ’ દવાને કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગ લઇ શકાશે.
મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4 લાખને પાર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં આ વાયરસ સામે લડવા દવા અને વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે. તેની વચ્ચે મહારાષ્ટ્ર સ્થિત ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સે આ વાયરસની સારવાર માટે દવા લોન્ચ કરી છે. ફેબિફ્લુને કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગ લઇ શકાશે. કંપનીએ શનિવારે એક નિવેદનમાં તેની જાણકારી આપી હતી.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીને સરકાર તરફથી એન્ટીવાયરલ દવા ફેબિફ્લૂના માર્કેટિંગ અને મેન્યૂફેક્ચરિંગની મંજૂરી મળી ગઈ છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને ૧૯ જૂનના રોજ CDSCO તરફથી ફેવિપીરાવીર એટલે કે ફેબિફ્લુના વિનિર્માણ અને વિપણન માટે મંજુરી આપવામાં આવી છે.
કંપનીએ જણાવ્યું કે, ફેબિફ્લૂ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે પહેલી એવી ખાય શકાય એવી ફેવિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી ગઈ છે. આ દવાની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement