શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સારા સમાચારઃ ભારતના આ રાજ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ ના નોંધાયો, જાણો વિગતે
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ ગુરુવારે જાણકારી આપી, તેને જણાવ્યુ કે, અરુણાચલ પ્રદેશ, આ પૂર્વોત્તર રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 16,829 છે
ઇટાનગરઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે, ભારત સરકારે એકબાજુ કોરોનાનુ વેક્સિનેશન પણ શરૂ કરી દીધુ છે. ત્યારે આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં કોરોનાનો એકપણ નવો કેસ નથી નોંધાયો.
સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ ગુરુવારે જાણકારી આપી, તેને જણાવ્યુ કે, અરુણાચલ પ્રદેશ, આ પૂર્વોત્તર રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 16,829 છે.
અધિકારીએ એલ જામ્પાએ જણાવ્યુ કે, બુધવારે વધુ બે લોકો સંક્રમણ મુક્ત થયા, ત્યારબાદ સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 16,764 થઇ ગઇ છે, રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 99.61 ટકા છે. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કૉવિડ-19નો એકપણ નવો કેસ સામે નથી આવ્યો. અધિકારીએ જણાવ્યુ કે હજુ પણ રાજ્યમાં નવો દર્દીઓ સારવાર હેઠળ છે, અને 56 લોકોના અત્યાર સુધી મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion