શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ

FDC drugs ban India: દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો; જુઓ તમે તો આ દવા નથી ખાતા ને?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે ૧૬ FDC દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.
  • આ દવાઓનો કોઈ તબીબી આધાર કે દર્દીને ખાસ ફાયદો નથી.
  • નિષ્ણાત સમિતિની ભલામણ બાદ દર્દી સુરક્ષા માટે નિર્ણય લેવાયો.
  • પ્રતિબંધિત યાદીમાં એન્ટિબાયોટિક્સ, પેટ અને ડાયાબિટીસની દવાઓ છે.

FDC drugs ban India: જો તમે પણ નાની-મોટી બીમારીમાં મેડિકલ સ્ટોરમાંથી જાતે જ દવા લઈને ખાતા હોવ તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક અસરથી દેશમાં વેચાતી 16 જેટલી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાઓમાં શરદી-તાવની એન્ટિબાયોટિક્સથી લઈને પેટના દુખાવા, કોસ્મેટિક્સ અને ડાયાબિટીસની જાણીતી દવાઓ પણ સામેલ છે. નિષ્ણાતોના મતે આ દવાઓ ખાવાથી દર્દીને કોઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઉપયોગ પાછળ કોઈ નક્કર તબીબી પુરાવા પણ મળ્યા નથી.

શા માટે સરકારે મૂક્યો આકરો પ્રતિબંધ?

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને નિષ્ણાતોની એક ખાસ કમિટી દ્વારા આ દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે બે કે તેથી વધુ ફોર્મ્યુલા ભેગી કરીને બનાવાયેલી આ 16 દવાઓનો કોઈ જ તબીબી આધાર નથી. એટલે કે, આ દવાઓ દર્દીને સાજો કરવામાં કેટલી અસરકારક છે તેના કોઈ સાચા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' ની કલમ 26A હેઠળ સરકારે આ કાર્યવાહી કરી છે.

કંપનીઓની દલીલો ન ચાલી

તમને જણાવી દઈએ કે આ દવાઓની તપાસની પ્રક્રિયા વર્ષ 2021 માં જ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દવા બનાવતી ફાર્મા કંપનીઓને પોતાનો પક્ષ રાખવાની પૂરી તક પણ અપાઈ હતી. પરંતુ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ખુલાસા કે દલીલોથી નિષ્ણાતોની કમિટી સંતુષ્ટ થઈ ન હતી. આખરે લાંબા રિસર્ચ બાદ ડિસેમ્બર 2024 માં કમિટીએ આ તમામ 16 દવાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી દીધી.

આ દવાઓનું વેચાણ હવે બંધ થશે

પ્રતિબંધિત દવાઓના લિસ્ટમાં સૌથી વધુ એન્ટિબાયોટિક્સ છે. જેમ કે, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ, એમોક્સિસિલિન + સેરેટિઓપેપ્ટિડેઝ + લેક્ટોબેસિલસ સ્પોરોજેન્સ અને સેફ્યુરોક્સાઇમ + સેરેટિઓપેપ્ટિડેઝ જેવી દવાઓ પર રોક લગાવાઈ છે.

આ પણ વાંચોઃ કેન્સરના દર્દીઓને મોટો ફટકો: અછત વચ્ચે સરકારે આ 2 મહત્વની દવાઓના ભાવ વધાર્યા

આ ઉપરાંત, પેટના દુખાવા અને આંચકી માટે અપાતી દવા (ડાયસાયક્લોમાઇન + પેરાસીટામોલ + ક્લિડીનિયમ બ્રોમાઇડ) નો પણ લિસ્ટમાં સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડાયાબિટીસની સારવારમાં અપાતી એક દવા (ગ્લિક્લેઝાઇડ + ક્રોમિયમ પિકોલિનેટ) પણ હવે બજારમાં નહીં મળે, કારણ કે ડાયાબિટીસની કોઈ પણ મેડિકલ ગાઈડલાઈનમાં આ દવા વાપરવાની સલાહ આપવામાં આવતી નથી.

સરકારનું મુખ્ય લક્ષ્ય 'દર્દીઓની સુરક્ષા'

સરકારનું સ્પષ્ટ માનવું છે કે બજારમાં માત્ર એ જ દવાઓ વેચાવી જોઈએ જે દર્દીઓ માટે સુરક્ષિત હોય અને જેની ખરેખર મેડિકલ જરૂરિયાત હોય. જે કોમ્બિનેશન દવાઓથી દર્દીને કોઈ જ ફાયદો થતો નથી અને ઉલટાનું સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે, તેને બજારમાં વેચવા દેવી યોગ્ય નથી. લોકો દવાઓનો સાચો અને સલામત ઉપયોગ કરે તે દિશામાં સરકારનું આ એક બહુ મોટું અને જરૂરી પગલું છે.

આ પણ વાંચોઃ દવા લેતી વખતે થતી આ 3 ભૂલો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે

Frequently Asked Questions

સરકારે કઈ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે?

કેન્દ્ર સરકારે 16 જેટલી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં શરદી-તાવની એન્ટિબાયોટિક્સ, પેટના દુખાવાની અને ડાયાબિટીસની દવાઓ પણ શામેલ છે.

આ દવાઓ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે?

નિષ્ણાતોના મતે, આ દવાઓ ખાવાથી દર્દીને કોઈ ખાસ ફાયદો થતો નથી અને તેના ઉપયોગ પાછળ કોઈ નક્કર તબીબી પુરાવા મળ્યા નથી. દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કડક નિર્ણય લેવાયો છે.

કયા કાયદા હેઠળ આ દવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે?

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' ની કલમ 26A હેઠળ સરકારે આ કાર્યવાહી કરી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે તપાસ બાદ ભલામણ કરી હતી.

આ દવાઓની તપાસ ક્યારે શરૂ થઈ હતી?

આ દવાઓની તપાસની પ્રક્રિયા વર્ષ 2021 માં શરૂ થઈ હતી. લાંબા રિસર્ચ બાદ ડિસેમ્બર 2024 માં કમિટીએ આ તમામ 16 દવાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget