શોધખોળ કરો
Advertisement
મુસ્લિમ દેશોની ચેનલ પર મોદી સરકાર થઈ કડક, કેબલ ઓપરેટરોને આપ્યા આ નિર્દેશ, જાણો વિગતે
એડવાઇઝરીમાં કેબલ ટીવી ઓપરેટરોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે અને તેના ઉપકરણ જપ્ત થઈ શકે છે. બેઠકમાં સામેલ થયેલા એક કેબલ ઓપરેટર કહ્યું, અધિકારીઓએ બેઠકમાં ઈરાન, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાનની તમામ ચેનલો બ્લોક કરવાનું જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લિમ દેશોની ખાનગી ચેનલોના પ્રસારણને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન, તુર્કી, મલેશિયા ઉપરાંત ઈરાન પણ સામેલ છે. 5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાનો ફેંસલો લીધો ત્યારે પાકિસ્તાનની સાથે સાથે મલેશિયા અને તુર્કીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, સાઉદી અરબ, યુએઈ અને ઈરાને કાશ્મીર મુદ્દે ભારતના ફેંસલા પર કોઈ વિરોધ નહોતો દર્શાવ્યો.
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટમાં જણાવાયું છે કે, કેટલાક કેબલ ઓપરેટર તેમના નેટવર્ક પર મંત્રાલયની પ્રકાશિત યાદીથી બહાર ખાનગી ચેનલોનું પ્રસારણ કરી રહ્યા છે. જે સ્પષ્ટ રીતે કેબલ ટીવી રૂલ્સના પેટાનિયમ 6(6)નું ઉલ્લંઘન છે અને તેના પર તાત્કાલિય કાર્યવાહી કરવાની જરૂર છે. સૂચના પ્રસારણ મંત્રાલયે 500થી વધારે ચેનલોને માન્યતા આપી છે.
એડવાઇઝરીમાં કેબલ ટીવી ઓપરેટરોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે અને તેના ઉપકરણ જપ્ત થઈ શકે છે. બેઠકમાં સામેલ થયેલા એક કેબલ ઓપરેટર કહ્યું, અધિકારીઓએ બેઠકમાં ઈરાન, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાનની તમામ ચેનલો બ્લોક કરવાનું જણાવ્યું હતું.
સૂચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, ઈરાનની સહર ચેનલ અને સાઉદી અરબની અલ-અરબિયા ચેનલનું પ્રસારણ કરી રહ્યા છે. કાશ્મીરમાં આ ચેનલોના કાર્યક્રમ લોકપ્રિય છે. શિયા સમુદાયના લોકો આ ચેનલોને ધાર્મિક કાર્યક્રમના કારણે વધારે રસથી જુએ છે. ઈન્ટરનેટ બેન હોવાના કારણે મુસ્લિમ દેશો ધાર્મિક ચેનલને સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા કાશ્મીરમાં દર્શાવીને ટીવી સેટમાં જગ્યા બનાવી રહ્યા છે. જે અંગે અમને એલર્ટ કરવામાં આવ્યા અને બાદમાં તેમના પર અંકુશ લગાવવાનો ફેંસલો લેવામાં આવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion