શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખોલવાની આપી મંજૂરી પણ જાણો કેવા કડક નિયમો પાળવા પડશે ?
15 ઓક્ટોબરથી દેશભરમાં મલ્ટિપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેના માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી વધુ સમય બંધ મલ્ટિપ્લેક્સ 15 ઓક્ટોબરથી ખુલવા જઈ રહ્યાં છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મલ્ટિપ્લેક્સ માટે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. ગાઈડલાઈન અનુસાર સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. સોશિયયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.
SOP અનુસાર સિનેમાં હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. પેકેટ્સ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. પ્રકાશ જાવડેકરે એસઓપી જાહેર કરતાં કહ્યું કે, મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં ટિકિટ માટે વધારે વિન્ડો ખોલવી પડશે.
થિયેટર માલિકાએ દરેક શો બાદ તેની સફાઈ કરવી પડશે. તેના માટે સ્ટાફના યોગ્ય હેન્ડ ગ્લવ્સ, પીપીઈ કિટ અને બૂટ ઉપલબ્ધ કરાવવા પડશે. થિયેટરોમાં દર્શકો માટે સેનિટાઈઝરનો ઉપયગો કરવું ફરજિયાત રહેશે.
કેવા નિયમોનું પાલન કરવું પડશે ?
- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
- થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે
- કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
- 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય
- એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
- ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.
- બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
- કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion