શોધખોળ કરો

કેન્દ્રના રસીકરણ અભિયાને દેશમાં બે જૂથ પાડ્યા, કોવેક્સિન લગાવનારા લોકોના મૌલિક અધિકારોનું થઈ રહ્યું છે હનનઃ હાઈકાર્ટ

કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાને દેશના નાગરિકોના બે ભાગલા પાડી દીધા છે. કોવિશીલ્ડની રસી લેનારા લોકો દેશ-વિદેશમાં રોકટોક વગર ફરી શકે છે, કોવેક્સિકન રસી લેનારા લોકોએ અમુક પ્રતિબંધનો સામનો કરવો પડે છે.

કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાને દેશના નાગરિકોના બે ભાગલા પાડી દીધા છે. જેમાં કોવિશીલ્ડની રસી લેનારા લોકો દેશ-વિદેશમાં ગમે ત્યાં રોકટોક વગર ફરી શકે છે, જ્યારે કોવેક્સિન રસી લેનારા લોકોએ અમુક પ્રતિબંધનો સામનો કરવો પડે છે. આ ટિપ્પણી મંગળવારે કેરળ હાઈકોર્ટ એક મામલાની સુનવાણી વખતે કરી હતી.

હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરી હતી. આ વ્યક્તિ સાઉદી અરબમાં નોકરી કરતો હો અને કોવેક્સિન રસી લાધી બાદ તેને પરત જવાની મંજૂરી મળતી નહોતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગટન દ્વારા કોવેક્સિનને માન્યતા ન મળવાના કારણે આ વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેનું કહેવું હતું કે, કોવેક્સિનને માન્યતા ન મળવાના કારણે તેની નોકરી પર સંકટ ઉભું થયું છે.

વ્યક્તિના મૌલિક અધિકારનું હનન

મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું દેશમાં એક તરફ એવા લોકો છે, જે ગમે ત્યાં જઈ શકે છે, જ્યારે બીજી તરફ કોવેક્સિન લીધેલા લોકો પર હજુ પણ ઘણા પ્રતિબંધ છે. કોર્ટે કહ્યું કે આ પૂરી રીતે વ્યક્તિના મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મામલો છે. આ તેમના અધિકારોનું હનન છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર અરજીકર્તાને ત્રીજો ડોઝ આપે તેવો આદેશન નહીં આપે પણ કેન્દ્ર એક મહિનાની અંદર અરજીકર્તાની સમસ્યાનું સમાધાન કરે તેવો આદેશ આપી શકે છે. આવો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આ  મામલે કેન્દ્ર સરકારે કહ્યું કે તે વિશ્વ સંગઠનની માન્યતાની રાહ જોઈ રહ્યા છે. કોર્ટ આ મામલે 5 નવેમ્બરે વધુ સુનાવણી કરશે.

કેન્દ્ર વધુ સમય ઈચ્છતી હોય તો.....

કોર્ટે કહ્યું, માત્ર મૂંગા દર્શક બનીને બેસી ન રહેવાય. અમને કેન્દ્રના જવાબની રાહ છે. જો કેન્દ્ર આ મામલે વધુ સમય ઈચ્છતી હોય તો અરજીકર્તાને સાઉદી અરબમાં જે પગાર મળતો હતો તેટલું જ વેતન ચૂકવવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget