K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથને મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્મદા મૈયાની પૂજા કરી હતી. તેમજ નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો હતો. આ ઉપરાંત તેમણે નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ વગેરે અંગે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી હતી અને આશ્રમના નવ નિર્માણ માટે શુભકામનાઓ આપી હતી.
કે કૈલાસનાથન વિશે તમને જણાવીએ કે તેઓ, ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મુખ્ય સચિવ તરીકે નિમણુક કરવામાં આવ્યા હતા. તેઓ 33 વર્ષના કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. નોંધનિય છે કે, કે. કૈલાસનાથન 2013માં નિવૃત્ત થયા બાદ તેમની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. તેમને નિવૃત્તિ બાદ સતત એક કે બે નહીં 11 વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.